અમેરિકાના વિજ્ઞાનના ચર્ચિત જર્નલ ‘પ્રોસિડિંગ્સ ઑફ ધ નેશનલ એકૅડેમી ઑફ સાયન્સ’ માં ગત સપ્તાહે પ્રકાશિત એક શોધ અનુસાર, આજથી 310 કરોડ વર્ષ પહેલાં સિંહભૂમમાં ક્રૅટોનનો જન્મ થયો હતો એટલે કે આ ક્ષેત્ર પહેલી વખત પાણીમાંથી બહાર આવ્યું.એ સમયે જમીનનું અસ્તિત્વ સમુદ્રની અંદર રહેતું હતું, પરંતુ ધરતીની 50 કિલોમીટર અંદર થયેલા એક મોટા જ્વાળામુખી વિસ્ફોટના કારણે પૃથ્વીનો આ ભાગ (સિંહભૂમ ક્રૅટોન) સમુદ્રથી બહાર આવી ગયો જર્મની અને અમેરિકાના આઠ શોધકર્તાઓએ લાંબો સમય રિસર્ચ બાદ લખી છે. તેમાં ચાર વિદેશમાં રહેતા ભારતીય મૂળની વ્યક્તિ હતા તેના લેખક ઑસ્ટ્રેલિયાના પ્રતિષ્ઠિત મોનાશ વિશ્વવિદ્યાલયના રિસર્ચ ફેલો ડૉ. પ્રિયદર્શી ચૌધુરી છે. તેઓ ત્યાંની સ્કૂલ ઑફ અર્થ ઍટ્મોસ્ફિયર ઍન્ડ ઍન્વાયર્નમૅન્ટ સાથે જોડાયેલા છે. 33 વર્ષના ડૉ. ચૌધુરી ભારતીય મૂળના છે. તેમના પરિવારજનો પશ્ચિમ બંગાળના આસનસોલ શહેરમાં રહેતા હતા. તેમણે પોતાનો શરૂઆતનો અભ્યાસ આસનસોલ અને કોલકાતાની પ્રતિષ્ઠિત જાદવપુર વિશ્વવિદ્યાલય થી કરવામાં આવ્યો છે. વર્ષ 2013થી 2018 સુધી જર્મનીમાં રહ્યા. ત્યાંથી તેમણે પોતાની પીએચ.ડી.સમાપ્ત કર્યું હતું ગત ત્રણ વર્ષથી તેઓ ઑસ્ટ્રેલિયામાં છે અને પૃથ્વી પર મહાદ્વીપની ઉત્પત્તિ પર શોધ કરી રહ્યા હતા.
ક્ષેત્રમાં અઢી વર્ષ સુધી ચાલેલા ગ્રાઉન્ડ રિસર્ચ અને બાદમાં કરવામાં આવી ટેક્નિકના રીતથી શોધ પછી અમે આ દાવા સાથે કહી શકીએ છીએ કે સિંહભૂમ જ દુનિયાનું પ્રથમ ક્રૅટોન હતું.
સિંહભૂમથી અમારો અર્થ માત્ર ઝારખંડનું સિંહભૂમ નહીં પણ એક મોટો વિસ્તાર છે. તેમાં ઓડિશાના ધાલઝોરી, ક્યોંઝર, મહાગિરિ અને સિમલીપાલ જેવી જગ્યાઓ સામેલ છે તે જણાવે છે, “અમે અહીં મળેલા ખાસ રીતના અવસાદી પહાડોથી તેની ઉંમર જાણીને માહિતી મેળવી કે તે 310થી 320 કરોડ વર્ષ જૂના છે. અમને અહીં મળેલા સૅન્ડ સ્ટોન (બલુઆ પથ્થર)થી અમારી શોધને મદદ મળી. પછી અમે અહીં લેખ લખ્યો. તેને માર્ચમાં દાખલ કર્યો. પછી રિવ્યૂ માટેની લાંબી પ્રક્રિયા બાદ ગત સપ્તાહે અમારો લેખ પ્રકાશિત થયો અને આવી રીતે અમારી શોધને માન્યતા મળી.”
આ શોધમાં ડૉ. પ્રિયદર્શી ચૌધુરી સાથે સૂર્યજેંદુ ભટ્ટાચાર્યી, શુભોજિત રાય, શુભમ મુખરજી (તમામ ભારતીય મૂળ), જેકબ મલ્ડર, પીટર કેવૂડ, એશલી વેનરાઇટ (તમામ ઑસ્ટ્રેલિયા) અને ઑલિવર નેબેલ (જર્મની) સામેલ હતા.શુભોજિત રાય અને સૂર્યજેંદ્રુ પહાડોનું અધ્યયન કરતાહતા .ડૉ. પ્રિયદર્શીએ જણાવ્યું,અવસાદી પહાડ અને બલુઆ પથ્થરની ઉંમર જાણવી મુશ્કેલ કામ છે. અમે સિંહભૂમ વિસ્તારમાં મળેલા આવા બલુઆ પથ્થરોને પોતાના વિશ્વવિદ્યાલય લઈ ગયા અને તેને બારીકથી ખાંડી નાખ્યા. પછી ચારણીથી વાળ બરાબરના ટુકડાને અલગ કરીને માઇક્રોસ્કૉપથી તેની તપાસ કરી.
ત્યારબાદ તકનિકી માપદંડો પર રાસાયણિક રીતે તેને પરખવામાં આવ્યા અને પછી તેમની ઉંમર જાણી લીધી. અમને આ ખડકોમાંથી મળેલા ઝિરકોન નામના ખનીજથી તેમની ઉંમરનો સાચો અંદાજ લગાવવામાં મદદ મળી.તેમણે જણાવ્યું, અમારા સંશોધનથી અમે એ જણી શક્યા કે સિંહભૂમ ક્રૅટોન લગભગ 310 કરોડ વર્ષ પહેલા બન્યો હતો. એ સમયે જ્વાળામુખી વિસ્ફોટના કારણે ધરતીનો આ ભાગ હલકો થઈ ગયો અને હિમશીલાની જેમ તરતાં-તરતાં સમુદ્રની બહાર આવી ગયો.”
શું છે ક્રૅટોન?
ખડક અને બલુઆ પથ્થર મોટા ભાગે છિછરી નદીઓના મુખ અને સમુદ્ર વચ્ચે બનતા હોય છે.સિંહભૂમમાં મળેલા ખડકો પર સમુદ્રી લહેરોનાં નિશાન જોઈ શકાય છે. તે વર્ષો સુધી સમુદ્ર સાથે અથડાવાના કારણે બન્યા હશે. જે પછી તેના પર પોતાનાં નિશાન છોડી ગયાં. સિંહભૂમના ચાઈબાસા અને સારંડાનાં જંગલોમાં એવા ખડકો મળતા રહ્યા છે, પરંતુ તેના પર આ શોધ પ્રથમ વખત થઈ છે. ક્રૅટોન એક ગ્રીક શબ્દ છે. તેનો અર્થ મહાદ્વીપ થાય છે. ભૂવૈજ્ઞાનિકો અનુસાર દુનિયામાં 30 ક્રૅટોન છે અને તેમાંથી 10 મોટા આકારના છે. આ 10 મોટા ક્રૅટોનમાંથી 4 ભારતમાં આવેલા છે. ભારતમાં સિંહભૂમ સિવાય બસ્તર, બુદેલખંડ અને ધારવાડના ક્રૅટોન છે, જેનો અર્થ કે તે પૃથ્વીના સૌથી પુરાતત્ત્વ મહાદ્વીપ છે. સ્પષ્ટ છે કે પૃથ્વી પર સભ્યતાનો વિકાસ આ જગ્યાઓ પર પહેલાં થયો હતો. આવા ક્રૅટોન અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને આફ્રિકામાં પણ છે. પૃથ્વીની ઉંમર લગભગ 450 કરોડ વર્ષ છે. વૈજ્ઞાનિકો અનુસાર પોતાના જન્મ સમયે પૃથ્વી ઘણી ગરમ હતી. લાખો વર્ષો બાદ તે ઠંડી થઈ અને અહીં પાણી બન્યું. ધૂમકેતુઓના કારણે સમુદ્ર બન્યા. પછી 310 કરોડ વર્ષ પહેલાં ભૌગૌલિક પરિવર્તનોના કારણે મહાદ્વીપો બનવાનું શરૂ થયું. સિંહભૂમ ધરતીનો એવો પહેલો મહાદ્વીપ બન્યો. આ મહાદ્વીપના અસ્તિત્વમાં આવતા પૂર્વે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ પણ વધ્યું અને સમુદ્રના પાણીમાં ફૉસ્ફરસ તથા બીજા ખનીજ લવણોનો સમાવેશ થયો.
જાણો ફાયદા- જ્યારે સમગ્ર દુનિયા ક્લાઇમેટ ચેન્જ પર ચર્ચા કરી રહી છે, ત્યારે આપણે જાણવું જરૂરી છે કે આપણું વાતાવરણ, સમુદ્ર, મહાદ્વીપ અને જળવાયુ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા. આપણે એ જાણવું જરૂરી છે કે કઈ ભૌગોલિક પ્રક્રિયાઓને પગલે પૃથ્વી મનુષ્યો અથવા જંતુઓના નિવાસ માટે લાયક બની. આ શોધ અમારી મોટી યોજનાઓનો જ એક ભાગ છે. હજુ વિસ્તૃત શોધ કરવાની છે. શક્ય છે કે તેનાથી પૃથ્વીનાં કેટલાંક રહસ્યો વિશે જાણવા મળશે.રાંચી વિશ્વવિદ્યાલયમાં ભૂગર્ભ વિજ્ઞાન વિભાગના પ્રોફેસર ડૉ. નીતીશ પ્રિયદર્શીએ બીબીસીને કહ્યું કે આ નવી શોધથી દુનિયાના ભૂગર્ભ વિજ્ઞાનના શોધકર્તાઓ અને વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે.