કપરાડા તાલુકાના નાનાપોઢા સ્થિત મીની વેજીટેબલ માર્કેટ યાર્ડ 17એપ્રિલથી શરૂ થઈ ગયું છે.વેપારીઓ અને ખેડૂતો ની સલામતી માટે પ્રવેશ દ્વારે સેનિતાઈઝર ટનલ બનાવવામાં આવી છે.માર્કેટનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે,હવે માર્કેટ સાંજે 4 વાગ્યાથી રાત્રે 8 સુધી ચાલુ રહેશે.ત્યારબાદ કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહિ.માર્કેટ યાર્ડમાં આવનાર દરેક માટે માસ્ક ફરજીયાત છે. ખે ડૂતોએ નિયત કરેલા સમય દરમિયાન માર્કેટ યાર્ડમાં આવી જવાનું રહેશે.એ.પી.એમ.સી ચેર મૅન મુકેશ પટેલે જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ખેડૂતો અને વેપારીઓની સલામતી માટે સેનિતાઈઝ ટનલ બોક્સ બનાવવામાં આવ્યું છે,સાથે યાર્ડમાં પ્રેવેશતાં દરેક માટે હવે માસ્ક ફરજીયાત કરાયું છે.