ભારત વિવિધતાઓનો દેશ છે. ઘણી બાબતો અહીં એવી છે જે ભારતને વિશ્વમાં અનોખું બનાવે છે. આવો જાણીએ ભારત વિશેની એવી જ કેટલીક રસપ્રદ બાબતો।
ભારત જ એકમાત્ર એવો દેશ છે, જે પહેલા પ્રયાસમાં મંગળ પર પહોંચ્યો.ભારતીયો માટે આ વાત હંમેશા ગર્વની રહેશે। સૌથી જૂની બ્રાન્ડ ભારત પાસે છે, ચ્યવનપ્રાશને દુનિયાની સૌથી જૂની બ્રાન્ડ માનવામાં આવે છે. વેદિક કાળથી ચાલી આવતી આ બ્રાન્ડની હજુ સુધી માગ છે. આ સિવાય રેલવે તંત્ર જે ભારત પાસે છે તેવું દુનિયામાં ક્યાય નથી સૌથી વધુ ટ્રાન્સપોર્ટ તરીકે ભારતમાં હાલ પણ રેલવેનોજ ઉપયોગ થાય છે ઓસ્ટ્રેલિયાની જેટલી વસ્તી છે, લગભગ એટલા જ લોકો રોજ ભારતીય રેલવેમાં મુસાફરી કરે છે. દુનિયાની અડધી વિસ્કીનું સેવન ભારતમાં કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં શિવ નગરનું નામ જૂન 2011 સ્નેપડીલ નગર કરી દેવાયું, કેમકે ભારતની આ દિગ્ગજ ઈ-કોમર્સ કંપનીએ ગામમાં 15 હેન્ડપંપ્સ લગાવ્યા હતા.આવું ફક્ત ભારતમાંજ જોવા મળે
લાઈફલાઈન એક્સપ્રેસ દુનિયાની પહેલી ટ્રેન છે, જે હોસ્પિટલવાળી સુવિધાઓથી સજ્જ છે, એટલે ભારતને દુનિયાની પહેલી હોસ્પિટલ ટ્રેન શરૂ કરવાનું ગર્વ મળેલું છે. આ ટ્રેન 16 જુલાઈ, 1991એ શરૂ કરાઈ હતી અને ભારતના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચે છે અને ચિકિત્સા સહાય પૂરી પાડે છે.એવા વિસ્તારો જ્યાં સરળતાથી પ્રાથમિક સુવિધા મળતી નથી ત્યાં આ હોસ્પિટલ ટ્રેન સેવા પૂરી પાડે છે.
દુનિયામાં સૌથી વધુ ફિલ્મો બોલિવૂડમાં બને છે.તેમજ સૌથી વધુ ફિલ્મોનો વેપાર પણ ભારતમાંજ થાય છે. સમગ્ર વેંબલી સ્ટેડિયમને બનાવવામાં જેટલો ખર્ચ થયો, તેનાથી વધુ મુકેશ અંબાણીના ઘર પર થયો છે.આમ ધનકુબેર પણ ભારતમાંજ વશે છે તેવું કહી શકાય। સરેરાશ ભારતીય દંપતી જીવનભર જેટલું કમાય છે, તેનો પાંચમો ભાગ પોતાના લગ્ન પર ખર્ચ કરી દે છે.અમેરિકા, આઈએમએફ, સ્વિઝ્ટરલેન્ડ અને જર્મની બધાને ભેગા કરીને જેટલું સોનું તેમની પાસે હશે, તેનાથી વધુ સોનું ભારતની ગૃહિણીઓ પાસે હશે. આમ ભારતમાં દરેક ક્ષેત્રમાં કંઈકને કંઈક ખાસ છે જે ભારતને અનોખું બનાવે છે.