દેશની સૌથી જૂની પાર્ટી માટે રાહુલ ગાંધી પહેલા નહેરુ-ગાંધી પરિવારના પાંચ સભ્યોએ કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળ્યું હતુ.
મોતીલાલ નહેરૂ-નહેરુ-ગાંધી પરિવાર તરફથી સૌ પ્રથમ મોતીલાલ નહેરૂને કોંગ્રેસ અધ્યક્ષ પદ સોંપવામાં અાવ્યું હતુ.મોતીલાલ નહેરૂ 1919 અને 1928માં બે વખત કોંગ્રેસ અધ્યક્ષ રહ્યા હતા.
જવાહરલાલ નહેરુ- જવાહરલાલ નહેરુ 8 વખત કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહ્યા હતા. જવાહરલાલ નહેરુ 1930, 1936, 1937, 1951,1952, 1953 અને 1954માં કોંગ્રેસ અધ્યક્ષ રહ્યા હતા.
ઈંદિરા ગાંધી- જવાહરલાલ નહેરુ પછી ઈંદિરા ગાંધીઅે કોંગ્રેસની બાગડોર સંભાળી હતી.ઈંદિરા ગાંધી 4 વખત કોંગ્રેસ અધ્યક્ષ રહ્યા હતા.
રાજીવ ગાંધી- તેઓ સૌથી યુવા વયે કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળનાર હતા. રાજીવ ગાંધીની હત્યા બાદ અધ્યક્ષ પદની ખુરશી ખાલી રહી કેમકે સોનિયા ગાંધી રાજનીતિમાં અાવવા ઈચ્છતા ન હતા, પરંતુ રાહુલ ગાંધીએ સમયે ખુબજ નાના હતા અાથી ન છુટકે સોનિયા ગાંધીએ જવાબદારી સ્વીકારી હતી. હવે રાહુલ ગાંધી થોડા સમયમાં જ કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળશે.