અા વખતની ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતના પરિણામો પર સૌની નજર ટકી હતી. GST અને પાટીદારોથી પ્રભાવિત મતવિસ્તારમાં મતદારો કોના પર કળશ ઢોળશે અે વાત ચર્ચાનો વિષય હતી. તો ભાજપ અને કોંગ્રેસ માટે પણ અા બેઠક એટલીજ મહત્વપૂર્ણ હતી.દક્ષિણ ગુજરાતમાં વિધાનસભાની કુલ બેઠકોમાં 19 ટકા ભાગ છે પણ ભાજપને મળેલી બેઠકોમાં તેનો 25 ટકા હિસ્સો છે.પાટીદાર અને GST અાંદોલનના અેપી સેન્ટર સુરતમાં જ ફરીથી બારે બાર બેઠકો જીતીને ભાજપે પોતાનો ગઢ જાળવી રાખ્યો છે.ભરૂચ અને નર્મદામાં જેડીયુથી છેડો ફાડી છોટુભાઈ વસાવાએ ભારતીય ટ્રાયબલ પાર્ટી બનાવી હતી. તેમને બે બેઠકો મળી હતી.13 અાદિવાસી બેઠકો પર સ્થિતિ યથાવત છે.અા વિસ્તારોમાં ભાજપનો પ્રભાવ પહેલાં કરતા વધી ગયો.
પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર અને માજી કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી પોતાના હોમગ્રાઉન્ડ વ્યારાને છોડીને સુરત જિલ્લાની મહુવા બેઠક પરથી લડતા અાયાતી ઉમેદવાર હોવાને કારણે હારી ગયા.
દક્ષિણ ગુજરાતમાં અા ચાર માંધાતાઓના પરિણામ પર હતી સૌની નજર માંગરોળના મંત્રી અને પૂર્વ સ્પીકર ગણપત વસાવા તેઓ 3 થી જીતતા અાવ્યા હતા ચોથી ટર્મ પણ જાળવી. ગણપત વસાવાએ 40,000 મતથી લીડ મેળવી છે. સુરત પશ્ચિમ બેઠક પર સંસદીય સચિવ પુર્ણેશ મોદીએ 8091 મતથી લીડ અપાવી તો મજૂરા બેઠક પર હર્ષ સંઘવીએ 14,421 મતથી લીડ મેળવી છે. ઝઘડિયા બેઠક પર નવી પાર્ટી હોવા છતાં છોટુ વસાવાએ 113854 મતથી લીડ મેળવી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.