રાષ્ટ્રીય જનતા દળ ચીફ લાલુ પ્રસાદ ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને કોંગ્રેસ અને હાર્દિક આમંત્રિત કરે તો ગુજરાતમાં આવીને પ્રચાર કરવા માટે પણ તૈયાર છે. રવિવારે RJD રાષ્ટ્રીય કારોબારીના ઓપનિંગ ડે નિમિતે કહ્યું કે મેં હાર્દિક સાથે ફોન પર વાત કરી છે, હાર્દિક મારી દિકરી મીસા ભારતી જે રાજ્યસભાના સભ્ય છે તેમજ મારા દિકરા બિહારના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ સાથે સંપર્કમાં છે.
RJDના ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ કહ્યું હતું કે, ‘અમારી રાષ્ટ્રીય કારોબારીની ચર્ચા પ્રમાણે અમે અમારા જેવા જ વિચારો ધરાવતા લોકોનો સાથ આપીશું તે સ્પષ્ટ છે. હાર્દિકનો સાથ પણ આ જ રણનીતિ હેઠળ અપાશે.જો કે લાલુજીએ શરુઆતથી જ હાર્દિકનો સાથ આપ્યો હતો. જો કે તેમણે રવિવારના રોજ તેનાથી પહેલીવાર વાત કરી હતી. લાલુજી ગુજરાતમાં પ્રચાર કરવા માટે આતુર છે અને કોંગ્રેસ અને હાર્દિકના આમંત્રણની રાહ જોઈ રહ્યા છે. હાર્દિકને બિહારના CM નીતિશ કુમારનો સાથ મળ્યો હતો પરંતુ તેમણે NDA સાથે હાથ મિલાવતા હવે સમીકરણો બદલાયા છે.’