સ્વીડનની લક્ઝરી કાર ઉત્પાદક કંપની વોલ્વોની પ્રીમિયમ એસયુવી કાર XC60 ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. આ સેકન્ડ જેનરેશન ઓફ વોલ્વો XC60 કાર છે જે 2011થી વેચાય રહી છે તે વર્ઝનને રિપ્લેસ કરશે.
ભારતમાં વોલ્વો XC60ની સીધી ટક્કર ઓડિ ક્યૂ 5, બીએમડબલ્યુ એક્સ 3, મર્સિડીઝ-બેંજ જીએલસી, જેગુઆર એફ-પૅસ અને લેક્સસ NX300h જેવી કાર સાથે છે.કંપનીએ આ એસયુવીની કિંમત 55.90 લાખ રૂપિયા રાખી છે.
કારની સ્ટાઇલ વોલ્વો કંપનીના જ S90 અને XC90 કાર જેવી જ છે. 2.0 લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિનનો ઉપયોગ થાય છે, જે 233 બી.બી.પી.પાવર અને 480 એનએમનું ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલ છે.
જૂના મોડેલના મુકાબલે નવી કાર ખૂબ સ્ટાઇલિશ છે. કારમાં એલઇડી હેડલેમ્પ, LED ડેટાઇમ રનિંગ લાઇટ અને ક્રોમ ગ્રીલ છે. કારની લંબાઈ 4688 એમએમ, પહોળાઈ 1902 એમએમ અને ઊંચાઈ 1658 એમએમ છે.
સેફ્ટીની વાત કરીએ તો તે દેશની સૌથી શ્રેષ્ઠ સેફ કારોમાંથી એક છે તેવું કહીં શકાશે. સાથે સાથે તે વર્ષ 2017માં લોન્ચ થઈ તે સૌથી સલામત કાર કહી શકાય. તેમાં 360-ડિગ્રી કેમેરા, સેમી-ઓટોમેટીક પાર્કિંગ, બ્લાઇન્ડ-સ્પોટ અાસિસ્ટ, લેન ડિપ્ચર જેવી સેફટી ફીચર્સ આપેલ છે.