કોરોનાવાઈરસના ભયના વચ્ચે ગરમીની પણ શરૂઆત થઈ ચૂકી છે. વાઈરસના જોખમથી બચવા માટેના ઉપાયો સાથે શરીરમાં યોગ્ય માત્રામાં પાણીનું પ્રમાણ પણ જાળવી રાખવું જરૂરી છે. આ સમયે ડાયટમાં ફેરફાર કરી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે અને ડિહાઈડ્રેશનથી પણ બચી શકાય છે. ડાઈટિશિયન રાધા પાટિલ ના જણાવ્યા અનુસારની વાતોનું ધ્યાન રાખો:
- vitamin-c એક સ્ટ્રોંગ એન્ટિઓક્સિડન્ટ છે, દરરોજ 40 થી 60 મિલિગ્રામ સુધીની માત્રા ડાયટમાં લો. લીંબું, નારંગી સહિત પાંદડાવાળી શાકભાજી કોથમીર અને ફુદિનામાં vitamin-c હોય છે તેને આહારમાં ઉમેરો.
- ડિહાઈડ્રેશનથી બચવા માટે દરરોજ 12 થી 14 ગ્લાસ પાણી પીવું જોઈએ(ઠંડા પાણી ન પીવું) પાણીની માત્રા જાળવી રાખવા માટે છાશ, લીંબું પાણીનું સેવન કરવું જોઈએ.
- રાત્રુ સૂતા પેહલા હળદર,આદું, એક ચપ્તી મરી, 3 થી 4 તુલસી ના પાન નો ઉકાડો બનાવીને સેવન કરવું.
- વેહલી સવારે 20-30 મિનિટ સુધી, vitamin-D ની ઉણપ ન થાય તે માતે ટેરેસ પર જઈને કુમડો તડકો લો.
- મુઠ્ઠીભર ચણા એકથી બે વાટકી કઠોળ અથવા કઠોળ, દૂધ, દહીં, પનીર અથવા બાફેલા ઈંડાનું સેવન કરવું જોઈએ. તેનાથી એમિનો એસિડની માત્રા જળવાઈ રહે છે.
- વજન ન વાધે તેની પાણ ખાસ તકડેરી રાખવી, ભોજન ને નાના નાના સાઇઝમાં લેવાનુ રાખો.
- પેકેજ્ડ ફૂડનો ઉપયોગ ન કરવો તેનાથી રોગપ્રતિકારક શક્તિ નબળી થાય છે અને મેટાબોલિઝમ નબળું બને છે. શક્ય એટલું ચા-કોફીનું સેવન ઓછું કરવું જોઈએ.
- દારૂ, તમાકુ, સિગારેટનું સેવન ન કરવું જોઈએ તેનાથી રોગપ્રતિકારક શક્તિ નબળી થાય છે અને વાઈરસ થવાનું જોખમ વધે છે.
- બાળકોને દરરોજ 45 મિનિટથી 1 કલાક સુધી રમત-ગમત અથવા એક્સર્સાઈઝ કરાવવી.