તમે જીવનમાં ઘણા જીવ જંતુઓ નો જોવા માટે ઝૂ કે વાઈલ્ડલાઈફ પાર્ક ફરવા ગયા હશો જ્યાં તમે પિંજરામાં બંધ અથવા વાડામાં બંધ પ્રાણીઓને જોયા હશે. પરંતુ શું તમે જાણો છો આ દુનિયામાં એક એવો પાર્ક છે જ્યાં મનુષ્યને પિંજરામાં બધ કરવામાં આવે છે અને જાનવર ખુલ્લા ફરતા હોય છે. સાંભળવામાં ઘણું વિચિત્ર લાગે છે પરંતુ આ સાચું અને વાસ્તવિક છે. આ ઝૂમાં જાનવરોની જગ્યા એ પર્યટકોને પિંજરામા કેદ કરવામાં આવે છે. જી હા ચીનમાંએક એવું પાર્કનું નામ લેહે લેદુ વાઈલ્ડલાઈફ ઝૂ છે. જ્યાં જાનવરો સ્વતંત્ર હોય છે અને ખુલ્લે આમ ફરે છે. અને અહિંયા ફરવાવાળા લોકો પાંજરામાં બંધ હોય છે અને જીવજંતુઓનો નઝારો જોવે છે.
આ અજીબો ગરીબ (વિચિત્ર) ઝૂ ચીનનાં ચૌગક્વિન શહેરમાં સ્થાયી છે. ચીનના આ ઝૂને વર્ષ 2015માં ઓપન કરવામાં આવ્યું હતું. લેહે લેદુ વાઈલ્ડલાઈફ ઝૂમાં મનુષ્યોને જાનવરોની વચ્ચે જવાનો મોકો મળે છે. અહિંયા પયર્ટકોને જાનવરોને પોતાના હાથે ભોજન કરવાનો મોકો પણ મળે છે. મનુષ્યોથી ભરેલા પાંજરાને જાનવરોની નજીક લાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે શિકારીનાં શિકારને પાંજરામાં રાખીને લલચાવવામાં આવે છે. ભોજનની લાલચમાં જાનવર પાજરાની નજીક આવે છે અને ક્યારેક કયારેક પાજરાની ઉપર પણ છલાંગ લગાવીને ચઢી જાય છે.
આ ઝૂનાં સિક્યોરિટી ગાર્ડના અનુસાર અમે અમારા દર્શકોને સૌથી અલગ અને રોંમાંચકારી અનુભવ કરાવીએ છીએ. ઝૂનાં પ્રવક્તા ચાન લિયાંગનું કહેવું છે કે જ્યારે કોઈ જાનવર તમારે પીછો કરે છે અથવાતો હુમલો કરે તે સમયનો અનુભવ અમારા દર્શકોને કરાવીએ છીએ.