ઓલિમ્પિક્સ મેડલિસ્ટ રેસલર સાક્ષી મલિકે ભારતીય ઓલિમ્પિક્સ ઍસોસિઍશન (આઇઓઍ)ની કોમનવેલ્થ ગેમ્સ 2022ના બહિષ્કારની અપીલનું સમર્થન પોતે ન કરતી હોવાનું કહીને સાથે જ ઉમેર્યુ હતું કે જો કે આ ગેમ્સમાંથી શૂટિંગ સ્પર્ધાને હટાવી દેવાનો નિર્ણય ખોટો છે. સાક્ષીઍ કહ્યું હતું કે હું ઍમ નથી કહેતી કે અમે આ ગેમ્સનો બહિષ્કાર કરીશું, પણ મને આશા છે કે શૂટિંગને તેમાં સામેલ કરી દેવાશે અને અમે બધા જ બર્મિંઘમ જઇશું.
સાથે જ તેણે શૂટિંગને ગેમ્સમાં સામેલ કરવા માટેના આઇઓઍના આક્રમક વલણનું સમર્થન કર્યુ હતું. તેણે કહ્યું હતું કે આઇઓઍ જે પણ નિર્ણય કરવાની યોજના બનાવી રહ્યું છે તે યોગ્ય છે, કારણ જે પણ રમત બહાર થાય છે તે તેના ખેલાડીઓ માટે અન્યાય સમાન છે.