વડોદરા નજીક આવેલા
પાદરાના આંતિ ગામ માં જઇ ચડેલી ટોળકી એ ગામ માં શાકભાજી અને કરયાણા ની દુકાન ધરાવતા સોકતભાઈ ને લોકડાઉન દરમિયાન ગામમાં શાકભાજી અને અનાજ કરીયાણાની દુકાન કેમ ચલાવે છે અને પાન મસાલા નું કાળા બજાર કરી કેમ વેચાણ કરો છો તેમ કહી પોતે વડોદરા સત્યની શોધ પ્રેસમાંથી આવીએ છીએ અને પાદરા પોલીસે અમને ગામડે ગામડે ચેકિંગ કરવાનું જણાવ્યું છે તેમ કહીને વેપારીને ધમકાવી રૂ. 20 હજારની માગણી કરી હતી. રૂપિયા નહીં આપો તો કાયદેસરની કાર્યવાહી કરીશું તેમ કહી એક ઇસમે વેપારીના ગલ્લામાંથી 3 હજાર લૂંટી લીધા હતા અને વેપારીનો ફોટો પણ પાડ્યો હતો. અન્ય એક વેપારીને ત્યાં પણ તેઓ ગયા હતા. આ અંગે ગામના સરપંચને જાણ થતા સરપંચ અને ગ્રામજનો દોડી આવ્યા હતા અને કારમાં ભગવાજતા પત્રકારોને ઝડપી પાડ્યા હતા. જેમાં 4 ઝડપાયા હતા જે પૈકી 1 ભાગી છૂટ્યો હતો આ અંગે પાદરા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને
4 કહેવાતા પત્રકારો ની ધરપકડ કરી હતી. જેમાં (1) આરીફ બસીર મલેક (2) હનીફમિયા રસુલમિયા શેખ, (3) આસિફ બસીર મલેક (4) બસીર હુસેન મલેક નો સમાવેશ થાય છે જ્યારે યાસીન યુસુફ મલેક ને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા પાદરા પોલીસે ગુના માં વપરાયેલી કાર પણ જપ્ત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.