કોરોનાં ના ને લઈને અપાયેલા 21 દિવસના લોકડાઉન ને પગલે પાંજરાપોળમાં રખાયેલા ઢોરોને ઘાસચારો નહીં મળતા પ્રતાપનગર પાંજરાપોળમાં એક ગાયનું મોંત થયુ હોવાના આક્ષેપ થયા છે.
કોવિડ – 19 કોરોનાં વાઈરસની મહામારી ને લઈને 21 દિવાસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.દિવસેને દિવસે કોરોનાં પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે.વડોદરામાં માં પણ પોઝિટિવ આંક 77 પર પહોંચ્યો છે.તંત્ર દ્વારા હાલ,યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.તો બીજી તરફ શહેરના પાંજરાપોળમાં રખાયેલા ઢોરો પણ લોકડાઉન ના ગ્રહણમાં સપડાયા છે.શનિવારે શહેરના પ્રતાપનગર લાલબાગ ઢોરવાળામાં એક ગાયનું મોંત નીપજ્યું હતું.જેને લઈ ગૌ ગોપાલક વિશાલ રબારી એ લોકડાઉન ને લઈ પશુઓને ઘાસચારો નહીં મળતો હોવાથી મોંતને ભેટી રહ્યા હોવાના આક્ષેપ કર્યા છે.