સુરત માં લોકડાઉન ની સ્થિતિ માં કામ ધંધા બંધ છે ત્યારે અનેક પર પ્રાંતીય કામદારો પણ બેરોજગાર છે અને પૂરાયેલી હાલત માં છે તેવે સમયે સુરત ના બમરોલી રોડ પર આવેલી ખાડીમાં એક યુવકે મોતની છલાંગ લગાવી આત્મહત્યા નો પ્રયાસ કર્યો હતો પરંતું સદનસીબે વનસ્પતિ હોવાથી તેમાં ફસાઈ જતા તેનો જીવ બચી ગયો હતો. ફાયર વિભાગ ની ટીમે જહેમત ઉઠાવી વનસ્પતિ માંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો પોલીસ તપાસ માં યુવક નું નામ આનંદ શાહુ હોવાનું અને મૂળ ઓરિસ્સાવાસી હોવાની વિગતો ખુલી હતી જોકે આપગલું ભરવા પાછળ નું કારણ જાણી શકાયું ન હતું
પોલીસ વધુ તપાસ કરી રહી છે.
https://youtu.be/d_YU_uqKHaI