કોરોના વાયરસ ના પગલે છેલ્લા બે માસથી ચાલી રહેલા લોક ડાઉન ના કારણે સામાન્ય વર્ગથી લઈ નાના વ્યવસાયિકોની હાલત કફોડી બની છે.દરમ્યાન આવા લોકોને આત્મનિર્ભર કરવા રાજ્ય સરકારે એક પ્રયાસ કરી રૂપિયા એક લાખ સુધીની લોન આપવામાં ” આત્મનિર્ભર યોજના ની જાહેરાત કરી છે.દરમ્યાન આ યોજના ના ફોર્મ નું વિતરણ આજથી શહેરની સહકારી,ક્રેડિટ તેમજ ડિસ્ટ્રીકટ સહિત કો – ઓપરેટિવ બેંકો પરથી કરવામાં આવી રહ્યું છે.ફોર્મ મેળવવા સુરતની વરાછા કો – ઓપરેટિવ બેંક બહાર સવારના દસ વાગ્યાથી લોકોની લાંબી કતારો જોવા મળી.અહીં આત્મનિર્ભર યોજના ના ફોર્મ મેળવવા લોકોએ રીતસર નો ઘસારો કર્યો હતો.બેંક દ્વારા પણ લોકો વચ્ચે સોસીયલ ડિસ્ટનસિંગ જળવાય તેવા પ્રયાસ કર્યા હતા.બેંક પર ફોર્મ મેળવવા મોટા ભાગના દરજી,પાનના ગલ્લાવાળા ,વાળંદ સહિત ફેરિયાઓ જોવા મલ્યા હતા..તેઓએ જણાવ્યું કે,રાજ્ય સરકાર ની આ જાહેરાત સામાન્ય વર્ગ માટે આશીર્વાદ સમાન બની રહેશે.બે માસથી જે કામ – ધંધા બંધ હોવાના કારણે જે હલાકીઓ પડી તેની ભરપાઈ હવે લોન ના રૂપિયાથી કરવી પડશે….