જ્યાં આપણને Czechoslovakia) (ચેકોસ્લોવાકિયા) જેવા ઈગ્લિંશ શબ્દને વાંચવામાં તકલીફ પડે છે. ત્યારે આજે અમે તમને ઈંગ્લિશનાં એ શબ્દ વિશે બતાવીશું કે જેનો તમે ઉચ્ચારણ કરવા બેસોતો તે શબ્દને વાંચવામાં લગભગ 3.5 કલાક થાય છે. ત્યારે તમે વિચારશોકે આખરે આવો કયો શબ્દ છે. જેને વાચવામાં આટલો વધારે સમય લાગે છે. ચાલો આજે અમે તમને આ શબ્દના બાબતે જાણીશું.
ઈંગ્લિશનો સૌથી લાંબો શબ્દ 1,89,819 અક્ષરનો છે જેનો જો ઉચ્ચારણ કરવા માટે જો આપણે બેસીએતો લગભગ 3.5 કલાકનો સમય લાગે છે. આ શબ્દ મનુષ્યનાં શરીરમાં આવેલા ટિટિનનાં પ્રોટીનના કેમિકલનું નામ છે.વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આપણા શરીરમાં 20 લાખથી વધુ પ્રોટીન હોય છે, જે એમિનો એસિડથી બને છે. ટિટિન એ માનવ શરીરમાં સૌથી લાંબી જાણીતો પ્રોટીન છે. ટિટિનમાં 26 હજારથી વધુ એમિનો એસિડ જોવા મળે છે.
ટિટિનનું રાસાયણિક નામ પ્રથમ અંગ્રેજી શબ્દકોશમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે તેને લઈને મુશ્કેલી થવાનું શરૂ થયું, ત્યારે તે શબ્દકોશમાંથી દૂર કરવામાં આવ્યું. હવે આ પ્રોટીન માત્ર ટિટિન તરીકે ઓળખાય છે.