મહિસાગર જીલ્લામાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં દુંદાળાદેવ ગણપતિની ભારે હર્ષોલ્લાસ સાથે સ્થાપના કરવામા આવી છે,ત્યારે લૂણાવાડા તાલુકાના નાના વડદલા ગામ ખાતે પણ યુવા મંડળ દ્વારા ગણપતિની સ્થાપિત કરવામા આવ્યા છે.ત્યારે ગ્રામજનો દ્વારા ગણેશ પંડાલમાં મહાઆરતીનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.જેમો મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈને 101 દિવડાની આરતી ઉતારીને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.સાથે દાદાને પ્રિય એવા લાડુનુ ભોજનની સાથે 56 ભોગનો પ્રસાદ ચઢાવાયો હતો.
આમ આ કાર્યક્રમ ગામના સર્વે ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.અને ધામધૂમ થી મહા આરતીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જયારે આરતી બાદ યુવાનો દ્વારા ગણેશ પંડાલમાં ભજન કીર્તનનુ આયોજન પણ કરવામાં આવ્યુ હતુ.આમ સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યુ હતુ.અને ભક્તજનો પણ આનંદ ઉલ્લાસ થી ભજન કીર્તનમાં લીન થયા હતા.
આમ રંગબેરંગી લાઈટોથી પંડાલને સુશોભીત કરવામાં આવેલ હતો. ત્યારે આ મહાઆરતીમાં મોટી સંખ્યામાં ગણેશ ભકતો ભાઈઓ-બહેનોએ લાભ લીધો હતો.