સોમવારે, મહારાષ્ટ્ર વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રના પહેલા દિવસે વિધાનસભાના અધ્યક્ષ ભાસ્કર જાધવે મુખ્ય વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના 12 સભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. આ કાર્યવાહી ભાજપના સભ્યો વિરુદ્ધ દુર્વ્યવહારના આરોપસર લેવામાં આવ્યા છે. વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે આ કાર્યવાહીને લોકશાહીની હત્યા ગણાવી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે બહુમતીના જોરે ભાજપની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. આ કહ્યા પછી વિપક્ષી નેતા તમામ સભ્યોની સાથે ગૃહની બહાર નીકળ્યા.
વિધાનસભામાં મંત્રી છગન ભુજબલ સ્થાનિક બોડીમાં ઓબીસી અનામત માટેની દરખાસ્ત લાવ્યા હતા. ત્યારે ભાજપના સભ્યોએ જોરજોરથી અવાજ કર્યો હતો. તે સમયે ભાસ્કર જાધવ અધ્યક્ષના સ્થાન પર બેઠા હતા. ગૃહમાં વાતાવરણ જોઇને ભાસ્કર જાધવે કાર્યવાહી 10 મિનિટ માટે મુલતવી રાખી. આ પછી ભાજપના ધારાસભ્યોએ અધ્યક્ષની કચેરીમાં પ્રેઝાઇડીંગ સ્પીકર ભાસ્કર જાધવ સાથે દુર્વ્યવહાર કર્યો.
આ પછી ભાસ્કર જાધવે ગૃહને કહ્યું કે ભાજપના ધારાસભ્યો દ્વારા તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. સંસદીય બાબતોના પ્રધાન અનિલ પરબ ત્યારબાદ ભાજપના સભ્યો સંજય કુટે, ગિરીશ મહાજન, અભિમન્યુ પવાર, અતુલ ભાતખલકર, આશિષ શેલાર, પરાગ અલવાની, જયકુમાર ગોરે, યોગેશ સાગર, હરીશ પિંગલે, નારાયણ કુચે, રામ સાતપૂતે અને કીર્તિ કુમારને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. જેને ધ્વનિ મત દ્વારા દ્વારા સરળ બહુમતી થી પસાર કરવામાં આવ્યું હતું. આ તરફ વિપક્ષી નેતા ફડણવીસે કહ્યું કે, આજે ગૃહ અને વિધાનસભા પરિસરમાં જે બન્યું તે અગાઉ બન્યું છે, પરંતુ ભાજપ રાજ્યના સભ્યોની તાકાતમાં ઘટાડો કરવા રાજ્ય સરકારે સસ્પેન્શનની આ કાર્યવાહી કરી છે. ભાજપ તેનો વિરોધ કરે છે અને ગૃહની બહાર નીકળી રહ્યા છે.