દાદરા નગર હવેલી નજીક મહારાષ્ટ્ર સરહદે મુંબઇ થી નાશીક જવા નીકળેલા ત્રણ સાધુઓ ને ચોર સમજી ગામલોકોએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ મચી ગયો છે નવાઈ ની વાત તો એ છે કે 15 જેટલાં પોલીસ જવાનોની હાજરીમાં લોકો ના ટોળા એ લાકડા અને પથ્થર વડે ત્રણ સાધુઓ ની હત્યા કરી નાખી હતી.
વિગતો મુજબ દાનહની સરહદ નજીક આવેલ તલાવલી થઈ મહારાષ્ટ્ર ના ઘાઢ ચીખલા ગામે ગત રાતે 9:30 વાગ્યાના સુમારે લોકો દ્વારા રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો એ સમયે મુંબઈના સુશીલ ગિરિરાજ મહારાજ,ચીખલે મહારાજ અને નિલેશ ટેલગી નામના સાધુઓ ઇકો કાર નંબર MH-02 – DW – 6729 માં સવાર થઈ નાસિક જવા માટેઅંદરના રસ્તે નીકળ્યા હતા ત્યારે તલાવલી નજીક મહારાષ્ટ્રના ગઢ ચીખલા ગામ ખાતે કેટલાક લોકોએ તેમની કાર રોકી લોકોના ટોળાએ કારમાં સવાર ત્રણે સાધુઓ પર હુમલો કરી દીધો હતો. એજ સમયે નજીકના કાસા પોલીસ સ્ટેશનના 15 જેટલા જવાનો દોડી આવ્યા હતા અને વચ્ચે પડી ત્રણે ઘાયલ સાધુઓ ને પોલીસની સુમો ગાડીમાં બેસાડ્યા હતા. બીજી તરફ મોટી સંખ્યામાં ઉમટી પડેલા ગામજનોના ટોળાએ પોલીસને પણ બાનમાં લઇ પોલીસની ગાડી માં રહેલા ઘાયલ સાધુઓ ઉપર ફરીથી પથ્થર અને લાકડા વડે હુમલો કરી કરપીણ હત્યા કરી નાખી હતી.આ ઘટના બાદ પોલીસે 100 જેટલા ગામલોકોની ધરપકડ કરી હતી અને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવે ભારે ચકચાર જગાવી છે.