મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે ચાલી રહેલા સરકાર રચવાના વિવાદ વચ્ચે શિવસેના કિશોર તિવારીએ RSS પ્રમુખને પત્ર લખ્યો છે. તેમણે પોતાના પત્રમાં વાતચીત માટે નીતિન ગડકરીને મોકલવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, મેં RSS પ્રમુખ મોહન ભાગવતને વાતચીત શરૂ કરવા માટે પત્ર લખ્યો છે. પત્રમાં મેં નીતિન ગડકરીને મોકલીન વાતચીત શરૂ કરવાની રજૂઆત કરી છે. નીતિન ગડકરી બે કલાકમાં મામલાનો ઉકેલ લાવી દેશે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે મુંબઈથી દિલ્હી સુધી દિગ્ગજ નેતાઓની મુલાકાતો છતાં મહારાષ્ટ્રમાં સરકાર રચવાનું ચિત્ર સ્પષ્ટ થયું નથી ત્યારે હવે આ મામલે શિવસેના નેતાએ સંઘ પ્રમુખને પત્ર લખી નીતિન ગડકરીને વાતચીત માટે મોકલવાનું જણાવ્યું છે.