તમે ક્યારે પણ મખાના ભેળ ઘરે બનાવી છે? આ ભેળ ખાવામાં બહુ હેલ્ધી હોય છે. આ ભેળ ટેસ્ટમાં પણ એકદમ ટેસ્ટી બને છે. આ ભેળ દરેક લોકોએ અઠવાડિયામાં એક વાર ખાવી જોઇએ. મખાનામાં એટલા બધા ગુણો હોય છે જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે. તમને જણાવી દઇએ કે મખાનામાં મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ, થાઇમીન, પ્રોટીન અને ફોસ્ફરસથી ભરપૂર હોય છે. અનેક તત્વોથી ભરપૂર મખાના દરેક લોકોએ દિવસમાં એક મુઠ્ઠી ખાવા જોઇએ. આ મખાના તમારી અનેક બીમારીઓને દૂર કરવાનું કામ કરે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો મખાના ભેળ.
સામગ્રી
2 કપ મખાના
ઘી
મગફળી
સેવ
લાલ મરચું
મીઠું
સંચળ પાવડર
શેકેલા જીરાનો પાવડર
ચાટ મસાલો
ઝીણાં સમારેલા લીલાં મરચા
આંબલીની ચટણી
ગ્રીન ચટણી
ઝીણી સમારેલી કોથમીર
ઝીણી સમારેલી ડુંગળી
ઝીણું સમારેલું ટામેટું
કાકડી
બનાવવાની રીત
મખાના ભેળ બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો.
ઘી ગરમ થઇ જાય એટલે એમાં મખાના નાંખો અને એને મમરાની જેમ વઘારી લો.
ત્યારબાદ સિંગને તળી લો.
આ મખાનામાં લાલ મરચું, મીઠું અને ચપટી ચાટ મસાલો નાંખો.
ત્યારબાદ એક બાઉલ લો અને એમાં ઝીણા સમારેલી ડુંગળી એડ કરો.
ડુંગળી નાંખ્યા પછી ટામેટા અને કાકડી એડ કરો.
હવે આંબલીની ચટણી અને ગ્રીન ચટણી નાંખીને મિક્સ કરી લો.
ત્યારબાદ મખાના એડ કરો અને આ બધુ બરાબર મિક્સ કરી લો.
મખાના એડ કર્યા પછી જરૂર મુજબ લાલ મરચું, લીલુ મરચુ, ચાટ મસાલો, શેકેલા જીરાનો પાવડર, સંચળ પાવડર એડ કરો અને આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લો.
ત્યારબાદ ઉપરથી સેવ ભભરાવો અને ઝીણી સમારેલી કોથમીર એડ કરો. સેવમાં તમે ઝીણી અથવા નાયલોન સેવ લો છો તો ખાવાની મજા આવશે. મોટી સેવ લેવાની નથી.
તો તૈયાર છે મખાના ભેળ.
આ ભેળ બનાવતી વખતે મખાના આ રીતે લાસ્ટમાં એડ કરવા જેથી કરીને પોચા ના પડી જાય અને ખાવાની મજા આવે.