સુરતના માનવ ઠક્કરે ગુરૂવારે અલ્ટિમેટ ટેનિસ લીગની ત્રીજી સિઝનમાં બે મેચ જીતીને પોતાની ટીમ યૂ-મુમ્બાને આરપી-ઍસજી મેવરિક્સ કોલકાતા સામે ૯-૬થી જીતાડી હતી. મુમ્બાની ટીમ પોતાની પહેલી બે મેચ હારી ગઇ હતી. જો કે તે પછી માનવ ઠક્કરે પેલા મિક્ષ્ડ ડબલ્સમાં અને તે પછી પુરૂષ સિંગલ્સમાં વિજય મેળવીને પોતાની ટીમને મેચમાં પાછી લાવી દીધી હતી.
સુતિર્થા મુખર્જીઍ અંતિમ મેચમાં જીત મેળવીને મુમ્બાને જીતાડી હતી. પહેલી મેચમાં કોલકાતાની માટિલ્ડા ઇખોલ્મે મુમ્બાની ડૂ હોઇ કેમને 2-1 (11-5, 3-11, 11-8)થી હરાવી હતી. તે પછી પુરૂષ સિંગલ્સની મેચમાં મુમ્બાના કિરીલ ગેરામિસમેન્કોને કોલકાતાના બેનેડિક્ટ ડુડાઍ 1-2 (10-11, 11-10, 7-11)થી હરાવ્યો હતો. કોલકાતાઍ 4-2ની સરસાઇ મેળવી લીધા પછી મિક્ષ્ડ ડબલ્સમાં મુમ્બાને ફાળે જીત આવી હતી.
માનવ ઠકક્કરે ડૂ હોઇ કેમ સાથે મળીને કોલકાતાની સનિલ શેટ્ટી તેમજ ઇખોલ્મની જાડીને 3-0 (11-10, 11-6, 11-7)થી હરાવીને મુમ્બાને ૩ પોઇન્ટ અપાવ્યા હતા. તે પછી માનવે પુરૂષ સિંગલ્સમાં સનિલને 2-1 (11-8, 10-11, 11-9)થી હરાવીને મુમ્બાને 7-5ની સરસાઇ અપાવી દીધી હતી. મહિલા સિંગલ્સની અંતિમ મેચમાં સુતિર્થા મુખર્જીઍ મનિકા બત્રાને 2-1 (11-7, 1-11, 11-7)થી હરાવીને મુમ્બાને આ સિઝનની બીજી જીત અપાવી હતી.