વલસાડનાં બધાં પત્રકારોએ આયુર્વેદિક ઉકાળો અને ગોળીઓ વગેરે તો ખાઈ લીધી પણ તે દિવસે મનુ કાકા કાળી સ્કારપીઓની વાત કરીને ગયા પણ દેખાયા જ નહીં.
આજે રવિવાર હોવાથી શહેરનાં માર્કેટમાં કોરોના પહેલાના સમય કરતાં ઉલ્ટુ હતું. ચહલપહલ પહેલાનાં રવિવારો કરતાં વધું હતી. એટલે મનુ કાકા રવિવારે બજારમાં આંટો મારતા મારતા થકી ગયા તરત જ બોલ્યા જો બકા કાળી સ્કારપીઓની દોડધામ હવે આજ કાલ ઓછી છે. બાકી પહેલા તો બુટલેગરો પણ કાળી સ્કારપીઓ માં દારુની હેરાફેરી કરતા અને તેને પકડવા માટે ડી. સ્ટાફ. એલ. સી. બી. એસ. ઓ. જી વાળા પણ નંબર વગરની કાળી સ્કારપીઓ. કાળા કાચવાળી વાપરતા. અરે તે જમાનામાં કોઈ સજ્જન પણ કાળી સ્કારપીઓ, કાળા કાચ વાળી ગાડી લઈ ને નીકળતા તો હારા એને પણ બુટલેગર લાઈન નોજ માણસ છે એ નજરથી જોવામાં આવતો .
મનુ કાકા એ એકદમ નજીક આવીને ધીમે રહીને કહ્યું કે હાલે રેન્જ આઈ જી સ્પે સેલ .આર આર સેલ વગેરે દારૂ બાબતે ખુબજ એક્ટિવ હોઈ દારૂની ગાડીઓ તરતજ પકડાઈ જાય છે. એટલે આપણે સમાજ માં આના સિવાય આના થી વધુ સમાજ માટે ઉપયોગી એવા શિક્ષણ તરફ ધ્યાન કરીયે શિક્ષણ માં અનીતિ સમગ્ર સમાજ ને આવનારા સમયમાં ખોખલું કરી શકે તેની વાત કરીએ. મનુ કાકા એ જુસ્સા માં ને જુસ્સા માં કહ્યું કે તને ખબર છે સોમવારે સવારે ૮ વાગે ધો ૧૨ સામાન્ય પ્રવાહ, ગુજરાત બોર્ડ નું રિઝલ્ટ છે .
સરકારે અને શેક્ષણિક સંસ્થાના સંચાલકો એ આપણા શિક્ષણ ની ઘોર ખોદી નાખી છે, અને બાકી હતું તે આ કોરોના થી આપણી સમગ્ર શિક્ષણ ની સિસ્ટમ ચોપટ થઈ ગઈ છે શિક્ષકો ની ગુણવત્તા નહિ,સરકાર ને પડી નથી. જ્યાં શિક્ષક વર્ગખન્ડ માં વિદ્યાર્થીઓ ને ભણાવતા નહિ ત્યાં ઓનલાઈન કેવી રીતે ભણાવશે?મનુ કાકા એ રડવાનુજ બાકી રાખી ને કહ્યું જો બકા ધોરણ ૧૦ ના રિઝલ્ટ ને આજે કેટલા દિવસ થયા? ધોરણ દશ માં વલસાડ જિલ્લા ની ત્રણ હાઈસ્કૂલો નું પરિણામ એટલે શૂન્ય ટકા છે. પરંતુ આ કોરોના પોઝિટિવ કરતા વધુ ભયંકર સમાચારથી સમગ્ર જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, જિલ્લા શિક્ષણ વિભાગના પેટનું પાણી હલ્યું?કોઈ ને પડી છે? કોઈ પગલાં તેં જોયા?.
ત્રણ શાળા ઓ પૈકી
(૧) આદર્શ માધ્યમિક શાળા, મોતીવાડા, પારડી (ફક્ત નામજ આદર્શ છે! બાકી બધું લોલમ લોલ.)
(૨)ગવર્નમેન્ટ સેકન્ડરી સ્કૂલ મોટી કોરવળ, ધરમપુર(જનગલ ના અંતરિયાળ વિસ્તારમાં માસ્ટરો નિયમિત જતા હશે કે કેમ? મોટો સવાલ છે)
(૩) આર એમ દેસાઈ મુકબધીર વિધાલય, કરાયા વાપી(વાપી ની આજુબાજુ બિલાડી ની ટોપ ની જેમ ઢંગ ધડા વગર ની હાઈસ્કૂલો નો તોટો નથી).
મનુ કાકા ની માનસિક હાલત અને નિરાશા જોઈ મેં તરતજ મારો હાથરૂમાલ એમને આપ્યો એટલે આંખ લૂછતાં મને કહ્યું જો બકા સોમવારે ધો.૧૨સામાન્ય પ્રવાહ નું પરિણામ શુ આવે છે પછી હું તો એમ કહું કે આ આઈ. બી. ને ખમભા ને જ્હોન માર્ટિન ની પાછળ પડ્યા વગર હું આ શિક્ષણ ની હાટડીઓ પાછળ પડી સમગ્ર સમાજ માટે કામ કરવાની ઈચ્છા રાખું છું. જો બકા રિઝલ્ટ આવી જવા દે પછી વાત છે જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા ની તમામ હાટડીઓ ની પોલ ખોલવી પડશે .તોજ આ મોરારજી ભાઈ દેસાઈ ની ભૂમિ પર શિક્ષણ ની બોલબાલા થશે . અને આમાં પાછા ટ્યુશન ચલાવતા ટ્યુશન કલાસીસ ના સંચાલકો વગેરે ને પણ જોવા તો પડશે ને ?