કોમ્પેક્ટ SUV વિટારા બ્રેજાની કામયાબી પછી હવે મારુતિ સુઝુકીએ આ સેગમેંટમાં પોતાની ફ્યુચર S કોમ્પેક્ટ SUV ને દિલ્હીમાં અાયોજીત ઓટો એક્પો 2018માં પ્રસ્તુત કર્યું છે.ભારતમાં આ જ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવા માટેની આશા છે.
આ ઇવેન્ટ દરમિયાન કંપનીએ મારુતિ સિલેરિઓ એક્સ, ઇગ્નિસ અને એર્ટિગાના ફેસલિફ્ટ વેરિઅન્ટ પણ પ્રસ્તુત કર્યા હતા.કંપનીને આશા છે કે તેમનું નવું મોડેલ ગ્રાહકોને ખૂબ પસંદ પડશે અને કંપની આ વિશે ખૂબજ ઉત્સાહિત પણ છે.
કંપનીનું માનવું છે કે આ ગાડી ભારતમાં કોમ્પેક્ટ SUVની પારિભાષા બદલશે. મારુતિ સુઝુકીએ હેડક્વાર્ટરના ડિઝાઇનર્સ સાથે મળીને કોન્સેપ્ટ ડિઝાઇન કરી છે.