કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીએ એક પછી એક જાહેરાત કરી વિપક્ષને ચૌકાવવાનું કામ કર્યુ છે. આ વખતે તેમની ચર્ચા મેઘાલય ચૂંટણીના પ્રચાર માટે થઈ રહી છે.સમાચાર છે કે રાહુલ ગાંધી રોકસ્ટારની ભૂમિકામાં મેઘાલયમાં ચૂંટણી પ્રચાર શરૂ કરવા જઈ રહ્યા છે. આ પ્રથમ બન્યું હતું કે કોંગ્રેસ પોતાના ચૂંટણી પ્રચાર મ્યૂજિક નાઈટ દ્વારા શરૂ કરી રહ્યો છે.આ કેમ્પયનની શરૂઆત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખુદ કરશે.
30 જાન્યુઆરીએ મેઘાલયમાં કોંગ્રેસ આ કાર્યક્રમનું આયોજન કરશે.શિલૉન્ગમાં યોજાનાર આ કાર્યક્રમમાં દેશના તમામ મોટા બૅન્ડ્સ કાર્યક્રમ અાપશે.2 કલાક ચાલનારા આ કાર્યક્રમને ‘મેઘાલય : સેલીબ્રેટ પીસ એન્ડ વે ઓફ લાઇફ’ નામ આપવામાં આવ્યું છે. આ જ કાર્યક્રમમાં રાહુલ ગાંધી સ્થાનિકો સાથે વાતચીત કરશે.દેશમાં મેઘાલય તેના મ્યુઝિક બૅન્ડ્સ માટે જાણીતુ છે.આ મ્યુઝિકલ નાઇટ માટે કોંગ્રેસે મેઘાલયના તમામ મોટા મ્યુઝિક બૅન્ડ્સને પરફોર્મિંગ કરવા માટે અામંત્રણ આપ્યુ છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 30 જાન્યુઆરીથી બે દિવસ મેઘાલયની મુલાકાત લઈ રહ્યા છે અને આ કાર્યક્રમમાં સામેલ થશે.60 સભ્યોવાળા મેઘાલયમાં વિધામસભા માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થશે.