ગુજરાતમાં સતત છઠ્ઠી વખત ચૂંટાયેલ વિજેતા ભાજપની નવી સરકારનો શપથ સમારોહ યોજાશે.કાલે સચિવાલયના મેદાનમાં લાંબા સમયથી રાહ જોવાતા મુખ્યમંત્રી વિજય રૂપાણી CMના શપથ સમારોહમાં એક માન્યતાને તોડશે.
CMના શપથ સમારોહ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત મોટી સંખ્યામાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ શાસિત 18 રાજ્યોના મુખ્યમંત્રી / ઉપમુખ્ય મંત્રી અને વરિષ્ઠ મંત્રીઓ પણ હાજર રહેશે.
રૂપાણી સાથે સાથે ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ પણ શપથ લેશે તેમની સાથે સાથે છથી વધુ કેબિનેટ સ્તરના અને 12થી 14 રાજ્યમંત્રિઅો પણ શપથ લે તેવી શક્યતા છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પણ આ વખતે કેબિનેટ મંત્રી બને તેવી શક્યતા છે. રાજ્યમાં ચાર વખત મુખ્યમંત્રી રહી ચુકેલા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયથી શપથ ગ્રહણ સમારોહ વિજય મુહુર્ત એટલે કે બપોરે 12 વાગ્યેને 39 મિનિટે જ થાય છે.સતત બીજી વખત મુખ્યમંત્રી બનનાર રૂપાણીએ ગયા વર્ષે સાત ઓગસ્ટે સૌ પ્રથમ વખત વિજય મુહુર્તમાં શપથ લીધા હતા તે પહેલાં, આનંદીબેન પટેલનો પણ શપથ ગ્રહણ સમારોહ વિજય મુહુર્તમાં થયો હતો.
આ દરમિયાન રૂપાણીની ગઈ વખતની સરકારમાં રાજ્ય મંત્રી રહી ચુકેલા પ્રદીપ સિંહ જાડેજા, રાજેન્દ્ર ત્રિવેદી સહિત કેટલાક અન્ય મંત્રીઓનુમ કેબિનેટ સ્તર પર સ્થાન નક્કી માનવામાં આવી રહ્યું છે.ગયા વખતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાને વિધાનસભા અધ્યક્ષ બનાવાશે તેવી અટકળો લગાવવામાં અાવી રહી છે.આ વખતે ચૂંટણીમાં વિધાનસભાના અધ્યક્ષ રમણ વોરા સિવાય છ મંત્રીઓની હાર થતાં અડધા ડઝનથી વધુ નવા ચહેરા મંત્રીમંડળમાં સામેલ થશે. ભાજપના અધ્યક્ષ અમિત શાહની સીટ નારણપુરાથી જીતેલા કૌશિક પટેલ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુના નામ અગ્ર છે. શપથ ગ્રહણ સમારોહમાં દસ હજારથી વધારે લોકો સામેલ થશે.આ દરમિયાન મોટી સંખ્યામાં સંત પણ હાજર રહેશે અને અાશિર્વચન અાપશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.