માતાને વિશ્વભરમાં ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. પરંતુ અમેરિકાના મૈનેમાં એક માતાએ તેની નાની બાળકી સાથે જે કર્યું તે શરમજનક છે. કિમ્બર્લી નેલીગન નામની મહિલાને તેની પોતાની બાળકીની હત્યા બદલ પોલીસે ધરપકડ કરી છે. તેણીનું રડવાનું બંધ કરવા અને સૂવા માટે ઘણા દિવસોથી તેણીને હેરોઇનની નાની માત્રા આપતી હતી. બે મહિના સુધી ચાલતા બાળકીનું મોત નીપજ્યું હતું.
સાક્ષીના નિવેદનના આધારે 33 વર્ષીય કિમ્બર્લીની ધરપકડ કરવામાં આવી છે. કિમ્બર્લી પર બાળકના જીવનને જોખમમાં મૂકવાનો અને ડ્રગનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેને એક વર્ષની સજા અને 2000 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. સુનાવણી માટે કોર્ટમાં જતાં મહિલાને તેની કૃત્યો અંગે પસ્તાવો થતો હતો. કોર્ટે તેને જામીન આપી દીધા છે પરંતુ તેને તેના પતિ અને 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ બાળકથી દૂર રહેવા જણાવ્યું છે.
કિમ્બર્લીના પતિએ કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે તેની પત્નીએ છેલ્લા 2 મહિનામાં આશરે 15 વાર બાળકીના પેઢા પર હેરોઇન લગાવી હતી. બાળકની તપાસ કરનાર ડોક્ટરે કહ્યું કે ફેન્ટાનીલની વધારે માત્રાને કારણે તેનું મોત થયું છે. ડોક્ટરનું કહેવું છે કે બાળકીનાં પેટમાં ડ્રગ્સ પહોંચ્યું જેના કારણે તેણીનું મોત નીપજ્યું હતું.