ઉત્તરાયણમાં પતંગની દોરી ગુંચવાય અને ગુંચડુ ઉકેલવામાં જેવી મથામણ કરવી પડે એટલીજ મથામણ અત્યારે રાજકારણીઓ જ્ઞાતિવાદનું ગુંચડુ ઉકેલવામાં કરી રહ્યા છે.
સામાન્ય રીતે ગુજરાતનો ઇતિહાસ એવો છે કે ચૂંટણીનું વર્ષ આવે એટલે જાન્યુઆરી મહિનામાં ઉતરાયણ પુરી થાય એટલે રાજકીય ગુચડા શરૂ થઇ જાય છે અહીં પણ આવુજ થયું પરંતુ રાજકીય ગુચડા બે વર્ષ પહેલાંથી બનવાના શરૂ થઈ ગયા હતા સામાન્ય રીતે જાન્યુઆરીથી માર્ચમાં સરકારી કર્મચારીઓના આંદોલન શરૂ થાય છે પછી જ્ઞાતિવાર સંમેલન કરી સરકાર પાસેથી માંગણીઓ પુરી કરાવે છે. પણ આ વખતે ભાજપ ઓવર કોન્ફિડન્સમાં રહ્યું હતું કેમકે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે વોટિંગ વધ્યું હોય અને સત્તાધારી પક્ષ સત્તા પર આવ્યો હોય. 1962ની ચૂંટણી પછી 1975માં વોટિંગ વધ્યું હતું અને પછી 1990માં જનતાદળ અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડ્યા કોંગ્રેસનો ગરબો ઘેર આવ્યો 1995માં ચીમનભાઈનો ખરડાયેલો ચહેરો ભાજપને જીતાડી ગયો. 1998માં શંકર સિંહનો ખરડાયેલા ચહેરાનો ફાયદો કોંગ્રેસને મળ્યો ભાજપ સત્તા પર આવી પછી સીધું 2012માં 72% થી વધુ વોટિંગ થયું અને સરકાર ફરી બની.
ભાજપ ઓવર કોન્ફિડન્સમાં હતો ત્યાં હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરનાં આંદોલનોએ આંનદીનો આનંદ લૂંટી લીધો ખુરશી ખેંચી લીધી અને વિજય રૂપાણી આવી ગયા આંદોલનમાં લોકોને રૂપાણીનો ચહેરો રૂપાળો લાગતો નથી એટલે જ્ઞાતિવાર ચોકઠાં ગોઠવવા પડે છે.
ગુજરાતના રાજકારણમાં એસ.સી, એસ.ટી ની 40 સીટો અગત્યની છે એટલેજ ભાજપે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આવતી એસ.સીની સીટ પર પણ ઉમેદવાર બદલ્યા અને ઉજળીયાત પાર્ટીની છાપ જાળવવા માટે ત્રણ બ્રાહ્મણ બે જૈન અને 16 ક્ષત્રીયને ટિકિટ આપી છે. જયારે સોફ્ટ હિન્દુત્વ તરફ વળેલા કોંગ્રેસ માત્ર ચાર મુસ્લીમોને ટિકિટ આપી છે એક જૈન એક બ્રાહ્મણ અને 6 ક્ષત્રિયને ટિકિટ આપી છે.
આ વખતે આખીય ચૂંટણી પટેલ સેન્ટ્રીક થઈ ગઈ છે એટલે કે પટેલો પર બંને પાર્ટીઓએ વજન વધાર્યું છે એટલે જ બી.જે.પી એ 31 પટેલ અને કોંગ્રેસે 27 પટેલને ટિકિટ આપી છે કારણકે પટેલો હવે નિર્ણાયક પરિબળ તો છે જ પણ ખેતી ઉપરાંત સ્મોલ સ્કેલ, મીડલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં છે જેની ઉપર નોટબંધી અને GSTની અસર થઇ છે આ અસરને ધ્યાનમાં રાખી કોંગ્રેસ પટેલ કાર્ડ રમી રહ્યું છે.
છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભાજપ 47થી 49 % મતમાં રમી રહી છે અને કોંગ્રેસ 38થી 39 % મતોમાં રમી રહી છે પરંતુ કોંગ્રેસની પારંપરિક વોટબેંક દલિત મુસ્લીમ અને આદિવાસીને નોટબંધી કે GST સાથે લેવા દેવા નથી એટલે જ નેતાઓ માટે આ ચૂંટણી પટેલ સેન્ટ્રીક બની છે અને ચૂંટણીમાં ચોપાટમાં જ્ઞાતિવાર ચોકઠાં ગોઠવાઈ રહ્યા છે બંને પાર્ટીઓ એવરીથીંગ ઇઝ ફેર ઈન લવ વોર એન્ડ પોલિટિક્સ માને છે ત્યારે એક શેર યાદ આવે છે.
હરબાત ગવારા કર લોગે, મન્નત ભી ઉતારા કરલોગે
તાવીજે ભી બંધવાઓગે જબ ઇશ્ક તુમ્હે હોજાયેગા
એને બદલીને મુકવાનું મન થાય છે
હરબાત ગવારા કર લોગે, મન્નત ભી ઉતારા કરલોગે
તાવીજે ભી બંધવાઓગે જબ ચુનાવ કે બુખાર તુમ્હે ચઢ જાયેગા