જામનગરના સાંસદ પૂનમબેન માડમની દિકરી શીવાનીનું સિંગાપુરમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. શિવાની દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે દાઝી ગઈ હતી, જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી. તેની સિંગાપુરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ખુબ ગંભીર ઈજાને કારણે આજ રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પોતાની દિકરીના અંતિમ સંસ્કાર માટે પુનમબેન આજે સિંગાપુરથી દિલ્હી પહોંચશે. શીવાનીના અંતિમ સંસ્કાર પણ દિલ્હીમાં કરવામાં આવશે.