ઇન્ડિયાઓપનમાં ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય બોકસર નીરજે રશિયાના કાસપિયસ્ક ખાતે ચાલી રહેલી માગોમેદ સલામ ઉમાખાનેવ મેમોરિયલ ઇન્ટરનેશનલ બોકિસંગ ટુર્નામેન્ટમાં 2016ના વર્લ્ડ ચેમ્પિયન ઍલેસિઆ મેસિઆનોને પરાસત કરીને 57 કિગ્રાની કેટેગરીની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. તેના સિવાય કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ ગૌરવ સોલંકી અને ઇન્ડિયા ઓપનના સિલ્વર મેડલિસ્ટ ગોવિંદ સાહનીઍ સેમી ફાઇનલમાં પહોંચીને બે મેડલ પાકા કરી લીધા હતા.
57 કિગ્રાની કેટેગરીમાં નીરજે મેસિઆનો સામે 3-2થી વિજય મેળવીને ઓછામાં ઓછો પોતાનો સિલ્વર મેડલ તો પાકો કરી લીધો હતો. આ તરફ 56 કિગ્રાની કેટેગરીમાં ગોરવ સોલંકીઍ રશિયાના માકસિમ ચેરનીશેવને 3-2થી પછાડીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તો ગોવિંદે 49 કિગ્રાની કેટેગરીમાં તાઝિકિસ્તાનના શેરમુખામ્મદ રુસ્તામોવને હરાવીને સેમી પ્રવેશ કર્યો હતો.