પેમ બુલકઃ કોરોના વાઈરસના કેસમાં અત્યાર સુધી આપણે જોયું કે તે ફેફસાંને નુકસાન પહોંચાડે છે, પરંતુ અમેરિકામાં આ વાઈરસ લોકોના વાળ ખરવાનું કારણ પણ બની ગયો છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, તેમની પાસે વાળ ખરવાની સમસ્યા ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. તેમનું માનવું છે કે, તેનું કારણ કોરોના વાઈરસ હોઈ શકે છે. આ સમસ્યા કોવિડ દર્દીઓ અને સામાન્ય લોકોને સમાન અસર કરી રહી છે.
મુખ્ય કારણ
- સામાન્ય દિવસોમાં બીમારી, મોટી સર્જરી અથવા ભાવનાત્મક સમસ્યાઓથી પીડિત લોકો વાળ વધારે ખરી રહ્યા હોવાનું અનુભવ કરે છે. હવે ડોક્ટરોનું કહેવું છે કે, કોવિડ-19થી સાજા થયેલા દર્દીઓ પણ વાળ ખરવાનું અનુભવ કરી રહ્યા છે. જો કે, તેનું કારણ વાઈરસ નથી, તેનાથી થતાં સાઈકોલોજિકલ તણાવને ગણાવે છે. ઘણા લોકો જે વાઈરસની ઝપેટમાં નથી આવ્યા, તેઓ પણ વાળ ખરવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેનું કારણ નોકરી જવાને કારણે તણાવ, આર્થિક મુશ્કેલી, કોઈ નજીકની વ્યક્તિનું મૃત્યુ છે.
- ક્લિવલેન્ડ ક્લિનિકમાં ડર્મેટોલોજીની એસોસિયેટ પ્રોફેસર ડોક્ટર શિલ્પી ખેત્રપાલ જણાવે છે કે, આ મહામારીની આસપાસ ઘણા પ્રકારના તણાવ છે અને અમે હજી પણ વાળ ખરતા જોઈ રહ્યા છીએ કેમ કે, ઘણા તણાવનો અંત હજી પણ આવ્યો નથી. તેમના જણાવ્યા પ્રમાણે, તેઓ દર સપ્તાહે આ સમસ્યાનો સામનો કરી રહેલા 20 દર્દીઓને જોઈ રહ્યા છએ.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે- મહામારીના કારણે બે પ્રકારે હેર લોસ થઈ રહ્યો છે
- પહેલી કંડીશનને ટેલોજન એફ્લૂવિયમ કહેવામાં આવે છે, જેમાં વ્યક્તિના વાળ સામાન્ય કરતા વધુ ખરે છે. સામાન્ય રીત આવું તણાવપૂર્ણ અનુભવના મહિનાઓ બાદ જોવા મળે છે. એક સ્વસ્થ હેર સાયકલમાં મોટાભાગના વાળ વધવાની પ્રક્રિયામાં હોય છે, ઘણો ઓછો ગ્રોથ અટકી જાય છે અને લગભગ 10 ટકા વાળ ખરવાના ફેઝમાં હોય છે.
- ડોક્ટર શિલ્પી કહે છે કે, ટેલોજન એફ્લૂવિયમમાં લોકોના વાળ વધારે ખરે છે, ઓછા વધે છે. સામાન્ય રીતે આ સ્થિતિનો સામનો મહિલાઓ પ્રેગ્નન્સી બાદ લગભગ 6 મહિના સુધી કરે છે. જો તણાવ યથાવત રહે અથવા ફરીથી આવે તો કેટલાક લોકોમાં તે ક્રોનિક શેડિંગ કંડીશન તૈયાર થઈ જાય છે.
- ત્યારબાદ બીજા પ્રકારનો હેર લોસ એલોપેસિયા એરિએટા છે, જેમાં ઇમ્યુન સિસ્ટમ હેર ફોલિસિલ્સ પર હુમલો થાય છે. સેન્ટ્રલ મિળિગન યુનિવર્સિટીમાં સાઇક્યાટ્રિસ્ટ અને ડર્મેટોલોજિસ્ટ ડો. મોહમ્મદ જાફરાનીએ કહ્યું કે, સામાન્ય રીતે તેની શરૂઆત વાળ અને દાઢીના મૂળ પર ડાઘા સ્વરૂપે થાય છે.
- માઉન્ટ સિનાઇની ઇકાન સ્કૂલ ઓફ મેડિસિનના ડર્મેટોલોજિસ્ટ ડિપાર્ટમેન્ટની ઇનકમિંગ ચેરવુમન ડોક્ટર એમા ગેટમેન યાસ્કીનું કહેવું છે કે, એલોપેસિયાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. બધા કોવિડ-19ના નહોતા. પરંતુ જેને પણ આ રોગ હતો તેમનામાં આ સમસ્યા ઝડપથી વધી રહી હતી. એટલે સુધી કે તેની ભ્રમર અને પોપચા પણ પડવા લાગ્યા હતા.
- યાસ્કી કહે છે કે, શક્ય છે કે આ કેટલાક કોવિડ દર્દીઓમાં જોવા મળતા સોજાના કારણે હોઈ શકે છે. આ એલોપેસિયા જેવી સમસ્યાઓ સાથે સંકળાયેલ ઇમ્યુન મોલેક્યુલ્સને વધારે છે. જો કે, એક્સપર્ટ્સને એ ખબર નથી કે શા માટે તણાવ સમસ્યાઓ વધારી રહ્યો છે. ડો. હોગને જણાવ્યું કે આનું કારણ એક સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલમાં વધારો અથવા બ્લડ સપ્લાય પરની અસર હોઈ શકે છે.