લાઈફ ઈંશ્યોરન્સ કોર્પોરેસન એટલે કે એલઆઈસીએ 5 સપ્ટેમ્બરના રોજ ન્યૂ પેન્શનલ પ્લસ રજૂ કરી છે. આ એક નોન પાર્ટિસિપેટિંગ, યુનિટ લિંક્ડ, ઈંડિવિઝિ્યુઅલ પેન્શન પ્લાન છે. જે વ્યવસ્થિત અને અનુશાસિત બચત દ્વારા એક કોપર્સ એટલે કે મોટુ ફંડ તૈયાર કરવામાં આપને મદદ કરશે. આ ફંડનો સમયગાળો પુરો થવા પર એક એન્યૂટી પ્લાન ખરીદીને નિયમિત ઈન્કમમાં ફેરવી શકાય છે.
પ્રીમિયમ, પોલિસી ટર્મ પસંદ કરવાનો વિકલ્પપોલિસીધારક પાસે ચૂકવવા માટે પ્રીમિયમની રકમ અને પોલિસીની મુદત, પ્રીમિયમની ન્યૂનતમ અને મહત્તમ મર્યાદા અને ઉંમર પસંદ કરવાનો વિકલ્પ હશે. મહતમ સમય અથવા પેન્ડીંગ સમય લંબાવવાનો વિકલ્પ પણ અમુક શરતોને આધીન મૂળ પોલિસી જેવા જ નિયમો અને શરતો સાથે સમાન પોલિસીમાં મળશે. ડિફરમેન્ટ પિરીયડનો અર્થ છે કે અંદાજિત સમય કે જે પોલિસીધારક કામ કરવા માટે અસમર્થ હોવાની અપેક્ષા રાખે છે.
ચાર ફંડમાં રોકાણ કરવાનો વિકલ્પપોલિસીધારકને મળતા ચાર પ્રકારના ફંડમાંથી એકમાં પ્રીમિયમનું રોકાણ કરવાનો વિકલ્પ મળે છે. પોલિસીધારક દ્વારા ચૂકવવામાં આવેલા દરેક હપ્તા પર પ્રીમિયમ ફાળવણી ચાર્જ વસૂલવામાં આવશે. બાકીની રકમ ફાળવણી દર તરીકે ઓળખાય છે, જેનો ઉપયોગ પોલિસીધારક દ્વારા પસંદ કરાયેલ ફંડના યુનિટ ખરીદવા માટે થાય છે.
પોલિસી વર્ષમાં ફંડમાં ફેરફાર કરવા માટે ચાર ફ્રી સ્વિચ ઉપલબ્ધ છે.ગેરેન્ટીડ એડિશંસની ફોર્મ્યુલા શું છેવાર્ષિક પ્રીમિયમની ટકાવારી તરીકે ગેરેન્ટેડ એડિશન ચૂકવવાપાત્ર રહેશે. નિયમિત પ્રીમિયમ પર 5-15.5% ની રેન્જમાં ગેરેંટી એડિશન અને સિંગલ પ્રીમિયમની ચુકવણી પર એક પોલિસી વર્ષ પૂર્ણ થવા પર 5% ચૂકવવાપાત્ર રહેશે.
ગેરેન્ટીંડ એડિશંસનો ઉપયોગ પસંદ કરેલા ફંડના પ્રકારને આધારે યુનિટ ખરીદવા માટે કરવામાં આવશે.NAVની ગણતરી દૈનિક ધોરણે કરવામાં આવશે અને તે દરેક ફંડ પ્રકાર માટે રોકાણની કામગીરી, ફંડ મેનેજમેન્ટ ચાર્જિસ પર આધારિત હશે. આ પોલિસી એજન્ટો, અન્ય મધ્યસ્થીઓ તેમજ LICની વેબસાઈટ પરથી ઓનલાઈન ખરીદી શકાય છે.