નિખિલ સવાણીએ આજે પત્રકર પરિષદ યોજી હતી. જેમાં તેમણે ભાજપ પાર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં મુકેશ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નિખિલે મુકેશ પર આક્ષેપો કરતા કહ્યું કે મુકેશ પટેલે મને ધમકી આપી રહ્યો છે કે તે સીડી મોર્ફ કરીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરશે અને વધુમાં જણાવતા કહ્યુ કે મારા જીવને જોખમ છે. સુરતમાં મુકેશ પટેલે ધમકી આપી હતી. તેમ જણાવ્યું હતું વધુમાં જણાવતા કહ્યું કે મને કાંઈ પણ થાસે તો જવાબદાર રાજ્યસરકાર અને મુકેશ પટેલ રહેશે
ભાજપ ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યું જેમ હાર્દિકની સીડી વાયરલ કરી એમ મારી પણ સીડી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી શકે તેવી તૈયારી કરી રહ્યું છે. ભાજપ વરુણ પટેલ અને રેશ્મા પટેલ ઉપર પ્રેશર કરી રહ્યું છે. અને મારા પરિવાર ઉપર પણ ખતરો છે હું મારા પરિવાર સાથે વાત પણ નથી કરી શકતો