કેન્દ્રીય નાણામંત્રી અને ગુજરાત વિધાનસભાના ચૂંટણી પ્રભારી અરૂણ જેટલીજી આજે મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પ્રથમ ચરણનું મતદાન ચાલી રહ્યું છે. ભાજપા દરેક ક્ષેત્રની સાથે સંપર્ક જાળવી જાણકારી લઇ રહી છે. અત્યાર સુધીના જે આંકડા આવી રહ્યા છે તેમાં સ્પષ્ટ થાય છે કે, મતદાન સારી માત્રામાં ચાલી રહ્યું છે પરંતુ, VVPATના ઉપયોગના કારણે મતદાનમાં સમય વધુ લાગી રહ્યો છે ત્યારે અમે ચૂંટણી કમિશન પાસે અપેક્ષા કરીએ છીએ કે પાંચ વાગ્યા સુધી જે મતદારો લાઇનમાં લાગેલા છે તેમના સંબંધમાં તેમનું મતદાન થઇ શકે એવી વ્યવસ્થા કરે.
અરૂણ જેટલીએ વધુમાં જણાવ્યું હતુ કે, અત્યાર સુધીનો મતદાનનો જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, તેમાં ભાજપે આરંભેલ અભિયાનને સ્વીકૃતિ મળી રહી છે. આખેઆખું વાતાવરણ ભાજપાના પક્ષમાં હોય તેવું સામે આવી રહ્યું છે. ૧૮મી તારીખે જ્યારે પરિણામો આવશે ત્યારે કોંગ્રેસને કરારી હારનો સામનો કરવો પડશે. તેની પાછળનું મૂળ કારણ એ આ ગુજરાતમાં વિકાસ અભિયાનની સ્વીકૃતિ છે. કોંગ્રેસે ગુજરાતની ચૂંટણીઓમાં જુઠ્ઠાણા ફેલાવ્યા છે. ખોટા આંકડાઓ રજૂ કર્યા છે. ગુજરાત જે ઝડપથી આગળ વધી રહ્યું છે તેની આસપાસ પણ બીજુ કોઇ રાજ્ય એટલી ઝડપથી આગળ વધતું નથી. લેન્ડ સ્લાઇડ બહુમતીથી ભાજપ ગુજરાતમાં જીતશે તેવો આશાવાદ જેટલીએ વ્યક્ત કર્યો હતો.

New Delhi: Union Finance Minister Arun Jaitley addressing media after the 22nd meeting of the Goods and Services Tax (GST) Council, in New Delhi on Friday. PTI Photo by Atul Yadav(PTI10_6_2017_000240A)