નવી દિલ્હીઃ દેશના બેંકોને ચૂનાને ચૂનો લગાવીને વિદેશ ભાગી ગયેલા વેપારી વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે ઈડીએ મોટી કાર્યવાહી કરી રહી છે. ઈડીએ આ ત્રણેયની 18170.02 કરોડ રૂપિયાની સંપત્તી જપ્ત કરી છે. જે બેન્કોને થયેલા નુકસાનના 80.45 ટકા છે. ઈડી તરફથી આપેલા નિવેદનમાં આ જાણકારી આપી છે. ઈડીએ જણાવ્યું કે કુલ જપ્ત સંપત્તીમાંથી 9372.17 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર તથા સરકારી બેન્કોને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
ઈડી તરફથી જણાવ્યા પ્રમાણે ત્રણે ભાગેડું વેપારીઓના કારણે બેન્કોને 22585.83 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે જેમાંથી 18170.02 કરોડ રૂપિયાની સંપત્તી જપ્ત કરવામાં આવી છે. ઈડીના કહેવા પ્રમાણે વિજય માલ્યા અને પીએનબી બેન્ક સાથે છેતરપિંડીમાં બેન્ક દ્વારા ખોયેલા 40 ટકા પૈસા પીએમએલએ અતંર્ગત શેરોના વેચાણના માધ્યમથી પ્રાપ્ત થયા છે.
કુલ જપ્ત સંપત્તીમાં 969 કરોડ રૂપિયા વિદેશોમાં જપ્ત કરવામાં આવ્યા છે. ઈડીની તપાસમાં જાણવા મળ્યું કે સંપત્તી નકલી કંપનીઓ, અનેક ટ્રસ્ટ અને નકલી સંબંધીઓના નામ પર રજીસ્ટ્રર હતી.
ઈજીના જણાવ્યા પ્રમાણે વિજય માલ્યા અને પીએનબી બેન્ક કૌંભાડ મામલામાં બેન્કે 40 ટકા રકમ પીએમએલએ અંતર્ગત જપ્ત કરીને શેરોના વેચાણથી વસૂલી છે. બંધ થઈ ચૂકેલા કિંગફિશર એરલાયન્સના માલિક વિજય માલ્યા અત્યારે ઇંગ્લેન્ડમાં છે.
ઇડી પ્રમાણે માલ્યાને પ્રત્યર્પણની બધી જ ઔપચારિકતાઓ પુરી કરવામાં આવી છે. તેમની કંપનીએ બેંક લોનમાં ચૂક કરી હતી. જ્યારે ઈડી અને સીબીઆઈ મામલાની તપાસ કરી રહી હતી. માલ્યા 2 માર્ચ 2016ના દિવસે દેશ છોડીને ફરાર થયા હતા.