અમદાવાદ હાર્દિક પટેલની પત્રકાર પરિષદના જવાબમાં ભાજપ તરફથી નીતિન પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી. નીતિન પટેલે કોંગ્રેસના એજન્ટ હોવાનું જણાવીને હાર્દિક પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના એજન્ટો ખુલ્લા પડી ગયા છે તેવું પત્રકારોને જણાવ્યું હતું. કોઇપણ સંજોગોમાં કુલ અનામત 50%થી વધી શકશે નહીં એવો સુપ્રીમનો ચૂકાદો છે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે સુપ્રિમનો ઓર્ડર છે 50 ટકાથી વધુ અનામત આપી શકાય નહીં કોંગ્રેસ આદેશ આપે તેવી ભાષા હાર્દિક વાપરી રહ્યો છે તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના એજન્ટો ખુલ્લા પડી ગયા છે, કોંગ્રેસનો અસલી ચહેરો બહાર આવી ગયો છે. કોંગ્રેસની મદદથી, કોંગ્રેસના પૈસાથી, કોંગ્રેસના માર્ગદર્શન આંદોલન ચાલતું હતું જે હવે ખુલ્લું પડી ગયું છે. કોંગ્રેસના પ્રમુખના ઘરે મારામારી કરી તોડફોડ કરી હતી આ બધું જ કરવા પાછળ કોંગ્રેસનો હાથ હતો હાર્દિકને કોંગ્રેસની બહુ ચાટેલી લોલીપોપ તેમને બહુ ભાવે છે. કોંગ્રેસના પાપનો ભાંડો હવે ફૂટવાનો છે. કોઇપણ સંજોગોમાં કુલ અનામત 50%થી વધી શકશે નહીં એવો સુપ્રીમનો ચૂકાદો છે.
હવે ભાજપની આ પ્રતિક્રિયા બાદ રાજકારણ ગરમાયુ છે હવે ધીમે ધીમે બધાની પ્રતિક્રિયા સામે આવશે