દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ જાન્યુઆરીમાં રેલ રોકો આંદોલન દરમિયાન જીજ્ઞેશ અને તેના સાથીદારોને અમદાવાદ રેલવે સ્ટેશનના પાટા પર બેસીને રાજધાની એક્સપ્રેસ રોકવાના આંદોલન દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી. જીજ્ઞેશની માંગ હતી કે, વર્ષો પહેલાથી દલિતોને જે જમીન આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેને તાત્કાલીક ધોરણે ફાળવવામાં આવે. તે દરમિયાન જીજ્ઞેશની ધરપકડ કરવામાં આવી હતી. જે કેસની સુનાવણીની તારીખે કોર્ટમાં હાજર ન રહેતા મેટ્રોપોલિટન કોર્ટ નંબર 5 દ્રારા જીજ્ઞેશ વિરૂદ્ધ બિન જામીનપત્ર વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યુ હતુ.
– જીજ્ઞેશે આવુ એક વાર નહી પણ બે વાર કરેલુ છે. આ પહેલા પણ સુનાવણીની તારીખે ગેરહાજર રહ્યો હતો. તેમના એડવોકેટ શમશાદ પઠાણે તેમના બચાવ પક્ષકરતા કહ્યુ કે કોર્ટને અરજી કરવામાં આવી હતી કે નોમિનેશનની પ્રક્રિયા માટે મેવાણી ઉત્તર ગુજરાતના વડગામમાં છે. માટે તે કોર્ટમાં હાજર નહી રહી શકે. પરંતુ કોર્ટની દલીલ હતી, કે નોમિનેશનની પ્રક્રિયા તે સુનાવણીની તારીખ પહેલા પણ સમાપ્ત કરી શકતા હોત