દમણ જિલ્લા પ્રમુખ સુખા ભાઈને અજય માંજરા મર્ડર કેસમાં કોર્ટે ભાગેડુ જાહેર કર્યા છે અને આ કેસમાં દમણ પોલીસે જાહેરમાં લોકો વચ્ચે જઈને સુખા પટેલ ને હાજર થવા એનાઉન્સમેન્ટ કરી નોટિસ ચીપકાવતા જાહેર જનતામાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 2018ની સાલમાં અજય માંજરાની હત્યા થઈ હતી. આ મર્ડર કેસમાં નાની દમણ પોલીસે સુખા પટેલ વિરુદ્ધ IPC કલમ 341,302, 120 B , 34 અને આર્મ એક્ટની કલમ 25 અને 37 મુજબ ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં સુખા પટેલ ને વારંવાર મોકલવામાં આવેલ ધરપકડ વોરંટ પરત થતા સુખા પટેલ ને વોન્ટેડ જાહેર કરાયા છે અને ફ્રસ્ટ કલાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરી આગામી તારીખ 13/1/2020 સુધીમાં સવારે 10:30 પહેલા કોર્ટ કે પોલીસ સમક્ષ હાજર થવા ફરમાન કર્યું છે. આ બાબતે દમણ પોલીસે જાહેર સ્થળો એ નોટીસ ચીપકાવી સુખા પટેલ ને હાજર થવા મતલબ નું એનાઉન્સમેન્ટ કરતા સમગ્ર દમણ પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
Sunday, May 5