મતદાનના હવે 9 દિવસ બાકી રહ્યા છે. ત્યારે ચુંટણી ઢંઢેરાના કોઇ ઠેકાણા નથી. ભાજપ અને કોંગ્રેસ દ્રારા પ્રહારો ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન આડે હવે માત્ર 9 દિવસ બાકી રહ્યા છે. છતાં ભાજપ અને કોંગ્રેસ દ્રારા હજુ ચુંટણી જાહેર કરવામાં નહી આવતા લોકોના મનમાં શંકા કુશંકાઓ જાગી રહી છે.
– ભાજપ અને કોંગ્રેસ પાટીદાર અનામતે લઇને એવી રીતે ફસાઇ ગયા છે કે બંને પક્ષો હજુ સુધી ચુંટણી ઢંઢેરો જાહેર કરી શક્યા નથી.
– કોંગ્રેસ પરિવારના વફાદાર એવા શામ પિત્રોડાને જવાબદારી સોંપી હતી. પરંતુ હજુ ચૂંટણી ઢંઢેરો સામે નથી આવ્યો.
– ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેશનલ લેવલના બે ડઝનથી વધુ નેતાઓ ગુજરાત આવી ગયા છે. ગુજરાતમાં 9મી અને 14મીએ એમ બે તબક્કે ચુંટણી યોજવાની છે. અને પરિણામે 18 ડિસેમ્બરે આવવાના છે.
– હજુ સુધી એ ખબર નથી કે બંને પક્ષો સરકાર બનવા પર લોકોના ક્યા મુદ્દા ઉપર ધ્યાન આપશે. સરકારની પ્રાથમિકતા શું હશે.
-કોંગ્રેસે ઇનડાયરેક્ટલી હાર્દિક પટેલનું સમર્થ સ્વીકારી લીધુ છે. પરંતુ અનામતનું ફોર્મેટ શું હશે તેનો હજુ ખુલાસો નથી.