નવીદિલ્હી, તા. ૧૫ : આધાર કાર્ડને પેન કાર્ડ સાથે લિંક કરવામાં આવ્યા બાદ હવે સરકાર ડ્રાઇવિંગ લાયસન્સને પણ આનાથી લિંક કરવાની તૈયારી કરી રહી છે. શુક્રવારના દિવસે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ ડ્રાઇવરોના લાયસન્સને પણ આધાર સાથે લિંક કરી દેવામાં આવશે. અલબત્ત હાલમાં કેન્દ્રીય મંત્રીએ આની કોઇ મર્યાદા નક્કી કરી નથી. યુનિક આઈડેન્ટીફિકેશન નંબરને ક્યાં સુધી ડ્રાઇવિંગ લાયસન્સની સાથે લિંક કરવામાં આવશે તે અંગે કોઇ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. રવિશંકર પ્રસાદનું આધારના સંદર્ભમાં નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટ આના ઉપર નિર્ણય કરવા જઇ રહી છે કે, આનાથી અંગતતાના અધિકારનો કોઇ ભંગ થાય છે કે કેમ. નવેમ્બરમાં કોર્ટ આ મામલામાં કોઇ નિર્ણય લઇ શકે છે.
આધાર પર કોઇ નિર્ણય આપતા પહેલા સુપ્રીમ કોર્ટમાં નવ જજની બેંચ આ બાબત ઉપર પણ સુનાવણી કરી રહી છે કે અંગતતા અમારા મૂળભૂત અધિકારના હિસ્સા તરીકે છે કે કેમ. આવી સ્થિતિમાં આધારને ડ્રાઇવરોના લાયસન્સ સાથે લિંક કરવાની બાબત ભલે સરકારના એજન્ડામાં છે પરંતુ આને લઇને આ નિર્ણય લેવાનો બાકી છે કે, શું આ એવી ચીજ છે જેને જરૂરીરીતે ગણવામાં આવે. ડિજિટલ હરિયાણા સમિટ ૨૦૧૭ કાર્યક્રમમાં ભાગ લેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, અમે ડ્રાઇવિંગ લાયસન્સને આધાર સાથે લિંક કરવાની યોજના બનાવી રહ્યા છે. આ સંદર્ભમાં કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી સાથે વાતચીત થઇ ચુકી છે. ડિજિટલ ઓળકની મદદથી વ્યક્તિની વાસ્તવિક ઓળખ નક્કી થઇ શકશે. મની લોન્ડરિંગને રોકવા માટે પેન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો નિર્ણય અગાઉ કરવામાં આવ્યો હતો.