રબરટ્યૂબની સાઇઝ દરેકના પોતાના નાકના પેસેજની સાઇઝ પર આધાર રાખે છે.
તૈયારીઃ-
આ પ્રેક્ટિસમાં લાંબો દોરો અથવા 0 કે 1 નંબરની રબરટ્યૂબ નાકમાંથી પાસ કરવાની હોય છે. ટ્રેડિશનલી વિશેષ રૂપે તૈયાર કરેલ સુતરાઉ દોરો વપરાતો. કેટલાક દોરા-તાંતણા એકમેક સાથે ટાઇટલી બાંધવામાં આવતા અને મધપૂડા(બીવેક્સ)ના મીણમાં ડૂબાડતા. એની પહોળાઈ 4 મિમિ અને લંબાઈ 36 થી 40 સેમી રહેતી. હવે તો એ ઘી, માખણ, ખાદ્યતેલ કે પોતાની સલાઇવામાં લ્યુબ્રિકેટ કરેલ રબરટ્યૂબથી થાય છે જેથી એ નાકના પેસેજમાંથી સરળતાથી સરકી શકે. રબરટ્યૂબની સાઇઝ દરેકના પોતાના નાકના પેસેજની સાઇઝ પર આધાર રાખે છે. સામાન્ય રીતે 0 કે 1 નંબરની ટ્યૂબ શરૂઆતમાં વાપરવી સારી.
રીત:
– કોઈ પણ કમ્ફર્ટેબલ, ઊભી કે પલાંઠી વાળેલ પોઝિશન લેવી.
– શ્વાસ નોર્મલ લેવો અને માનસિક રીતે સૂત્રનેતી માટે તૈયાર થઇ જાવ. રબરટ્યૂબને જોઇને સ્ટ્રેસ લેવાની કે ડરવાની જરૂર નથી.
– નસકોરાંમાં અને રબરટ્યૂબને પણ થોડું ઘી લગાવવું.
– શાંત, પોઝિટીવ અને રીલેક્સ રહેવું અને થોડુક માથું ટીલ્ટ કરવું અને ધીમે ધીમે રબરટ્યૂબ કોઈ એક નોસ્ટ્રીલમાં સરકાવવી.
– એ જ હાથની પહેલી બે આંગળીઓ મોઢામાં મૂકીને મોઢાની અંદરથી રબર ટ્યૂબ પકડવી અને બહાર ખેંચવી. ક્લિનિંગ માટે સહેજ ઘસી શકો.
– એક વાર ક્લિન થયું કે રબરટ્યૂબ બહાર કાઢી લેવી અને બીજા નસકોરામાંથી રીપીટ કરવું.
શ્વાસ લેવો:
શ્વાસ મોઢામાંથી લેવો.
સમયગાળો: આ ક્રિયા કરવા માટે ૧૦ થી ૧૫ મિનીટ લાગે છે. થોડા થોડા દિવસે એક વાર અથવા અઠવાડિયે એક વાર આમ કરવું પૂરતું છે.
જાગૃતિ:
ફિઝિકલ: શરીર રીલેક્સ કરવું અને રબરટ્યૂબ ખુબ જ ધીમે ધીમે ફેરવવી.
સ્પિરિચ્યુઅલ: આજ્ઞાચક્ર પર.
સિકવન્સ: સૂત્રનેતી હંમેશા જલનેતી પહેલા કરવી જેથી પછીની ક્રિયા તમામ અશુદ્ધિઓ અને નાકના સૂત્રનેતીથી નીકળેલ કણો ધોઈ નાખે.
શી સાવચેતી રાખશો?
– ક્યારેય બળ વાપરવું નહી: નાકનો અંદરનો ભાગ અત્યંત નાજુક હોય છે અને બિનજરૂરી ફોર્સ કરવાથી ડેમેજ થઇ શકે.
– થોડી વાર પ્રયાસ કર્યા પછી જો દોરી કે ટ્યૂબ પાસ ના થતાં હોય તો બહુ જોર ના કરવું. હમેશા ટીચરની હાજરીમાં કરવું.
– ઉપયોગ કરતા પહેલા હમેશા ટ્યૂબ ગરમ પાણીથી સ્ટરીલાઈઝ કરવી.
– પરફેક્શન અને માહિતી વિના જાતે ના કરવું બેસ્ટ છે.
કોણે ના કરવું?
– જે લોકોને નોઝ બ્લીડીંગ અથવા નસકોરી ફૂટતી હોય તેમણે આ ક્રિયા ના કરવી.
– જેને નોઝલ અલ્સર, પોલીપ્સ, અથવા નેઝલ સેપ્ટમનું ગંભીર માલફોર્મેશન અથવા ટર્બીનેટ હોય તેમણે પહેલા તો યોગિક કે આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવી.
ફાયદા:
– નોઝલ પેસેજ અને સાયનસમાંથી મ્યુકસ અને પોલ્યુશન દૂર કરે છે અને હવા કોઈ વિઘ્ન વિના અવરજવર કરી શકે છે.
– રેસ્પીરેટરી ટ્રેકના રોગ થતાં રોકવામાં અને મેનેજ કરવામાં મદદ કરે છે.
– કાન, આંખો અને ગળાની હેલ્થ સારી રાખવામાં મદદ કરે છે.
– એ ચહેરાનું મસ્ક્યુલર ટેન્શન રીલીવ કરે છે અને યુથફુલ દેખાવ આપે છે.
– એમાં મગજ પર શાંતિ અને સૂધિંગ અસર થાય છે.
– એ એન્ઝાઈટી, ગુસ્સો અને ડીપ્રેશન અને ડ્રોઉઝીનેસ પણ દૂર કરે છે અને માથું હળવાશ અને તાજગી અનુભવે છે.