ઓડિશાના ગંજમ જિલ્લાના કડાપાડા ગામની નાયક કુમારી (63)ને લોકોએ ડાયન ઘોષિત કરી દીધી છે. ગામવાસીઓથી બચવા માટે તેણે પોતાનું સમગ્ર જીવન ઘરની ચાર દિવાલો વચ્ચે ગાળ્યુ. તેની સાથે આવી વર્તણૂંક એટલા માટે કરવામાં આવે છે કારણ કે તેના હાથમાં 12 અને પગમાં 20 આંગળીઓ છે. ડોક્ટરોનું કહેવું છે કે આવું આનુવંશિક ગરબડના કારણે થયું છે. પોતાની હાલતથી પરેશાન કુમારીએ જણાવ્યું કે, હું આવી જ જન્મી હતી. અમે ગરીબ હતાં તેથી તેની કોઇ સારવાર ન કરાવી શક્યાં. મારી પાડોશમાં રહેતાં લોકો માને છે કે હું ડાયન છું એટલે તેઓ મારાથી દૂર રહે છે. લોકોની નફરતભરી નજરોથી બચવા માટે કુમારી ઘરમાં જ ભરાઇ રહે છે.
અંધવિશ્વાસથી વધુ મુશ્કેલી
કુમારીના એક પાડોશીએ જણાવ્યું કે, આ એક નાનકડુ ગામ છે અને અહીંના લોકો અંધવિશ્વાસી છે તેથી તેની સાથે લોકો ડાયન જેવી વર્તણુંક કરે થે. આ તેની બિમારી છે જેના માટે તે કંઇ કરી શકે તેમ નથી. તે એટલી ગરીબ છે કે સારવારનો ખર્ચ પણ કાઢી શકે તેમ નથી.
જીન્સમાં ગરબડી જવાબદાર
સર્જિકલ સ્પેશિયાલિસ્ટનું કહેવું છે કે હાથમાં એક કે બે વધારાની આંગળી હોવી સાધારણ છે પરંતુ બંને હાથ અને પગના પંજામાં 29 આંગળીઓ-અંગૂઠા હોવા હકીકતમાં દુર્લભ છે. આ પોલીડેક્ટાઇલીનો કેસ છે જેમાં જન્મથી એક્સ્ટ્રા આંગળી હોય છે. આવું આપણા જીન્સમાં પરિવર્તનના કારણે થાય છે.