ભારતીય પુરૂષ હોકી ટીમને સોમવારે ટોક્યો ઓલિમ્પિક્સ ક્વોલિફાયરના અંતિમ રાઉન્ડમાં સરળ ડ્રો મળ્યો છે. પુરૂષ ટીમે નીચલા રેન્કિંગના રશિયા સામે બાથ ભીડવાની છે, જ્યારે મહિલા ટીમને અમેરિકાના રૂપમાં મજબૂત હરીફ મળ્યો છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં સ્થાન મેળવવા માટે આ ટીમો વચ્ચે 2-2 મેચ રમાશે.
ભારતીય પુરૂષ ટી 1 અને 2 નવેમ્બરે રશિયા સામે રમશે. જ્યારે મહિલા ટીમ 2 અને 3 નવેમ્બરે અમેરિકા સામે રમશે. ભારતીય પુરૂષ ટીમની એફઆઇએચ રેન્કિંગ 5 જ્ચારે રશિયાની 22 છે. આ વર્ષે જ ભુવનેશ્વરમાં યોજાયેલી એફઆઇએચ સિરીઝની ફાઇનલમાં ભારતીય ટીમે રશિયાને 10-0થી હરાવ્યું હતું.
અમેરિકન મહિલા ટીમની રેન્કિંગ 13 છે જ્યારે ભારતીય મહિલા ટીમની રેન્કિંગ 9 છે, જો કે તે છતાં રાની રામપાલની આગેવાની હેઠળની મહિલા ટીમ માટે આ મેચ સરળ તો નહીં જ હોય.