22 વર્ષમાં પ્રથમ વાર ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતી મજબૂત લાગી રહી છે. 27 નવેમ્બરે PM મોદીની જનસભામાં ખાલી ખુરશીઓ જોતા કોંગ્રેસ અત્યારે તો ગેલમાં અાવી ગઈ છે. સાથે સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહના પ્લાન બીથી ગભરાઈ રહી છે.ભાજપે તેનું મુખ્ય કાર્યાલય હાલમાં ગુજરાતમાં શિફ્ટ કર્યું છે જે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે.
વિકાસના મુદે ભાજપ તેનું વલણ સ્પષ્ટ નથી કરી રહી ત્યાં કોંગ્રેસે વિકાસ, સામાજિક ગઠબંધન, ભ્રષ્ટાચાર, નોટબંધી, જી.એસ.ટી અને PM મોદીની અાર્થિકનીતિઓને મહત્વના મુદા તરીકે ઉઠાવ્યા છે. કોંગ્રેસના અાઈ.ટી. સેલના પ્રભારીઅે કહ્યું કે અા બધાની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે.
શું છે ભાજપ અધ્યક્ષ અમિત શાહનો પ્લાન બી?
27 નવેમ્બરે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, તમામ પાર્ટીઓ અેડી ચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસનો નેતાઓનું કહેવું છે કે ચૂંટણી પ્રચારમાં અા વખતે સીધુ સાદુ અને અાક્રમક પ્રચાર કરશે જેમાં જનસભા, પદયાત્રા, રોડ-શોનો સમાવેશ થાય છે. અા સાથે જ વ્હોટસએપ મેસેજ અને સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરવામાં અાવી રહ્યો છે. ભાજપ તરફથી તોડફોડની રણનીતિ, અાક્રમક પ્રચાર શરુ કર્યો છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ તેની કુશાગ્ર બુદ્ધી ક્ષમતાથી ભાજપ માટે રણનીતિ લાવશે જે કોંગ્રેસમાટે પડકાર રૂપ હશે.