૪ કંપનીઓની મેગા ઓફર્સઃ ૭૦ ટકા સુધીના ડિસ્કાઉન્ટ
મુંબઇ : ઇલેકટ્રોનિકસ, મોબાઇલ, હોમ કેર સહિત બજારમાં વેચાતી અંદાજે દરેક ચીજો આજે હેવી ડિસ્કાઉન્ટ સાથે મળી રહી છે. ચાર મોટી કંપનીઓએ એક જ દિવસે અને એક જ સમયે સેલ શરૂ કર્યા છે. ફિલપકાર્ટ, અમેઝોન, પેટીએમ મોલ, સ્નેપડીલે ઓફર્સનો ખજાનો ખોલી નાંખ્યો છે
ઇ કોમર્સ કંપની સ્નેપડીલે આજે ૨૦ સપ્ટેમ્બરથી દિવાળી સેલ શરૂ કર્યું છે. આ સેલ ૨૫ તારીખ સુધી રહેશે. જે હેઠળ હાઉસહોલ્ડ એસેન્શિયલ્સ પર ૪૦% ઓફ, ફર્નીચર પર ૫૦%, હોમ એન્ડ લિવિંગ પર ૭૦%, ઇલેકટ્રોનિકસ પર ૭૦% અને મેન્સ ફેશન પર ૬૦% સુધી છૂટની ઓફર છે. આ ઉપરાંત, એકિસસ બેન્કના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ યૂઝ કરવા પર ૧૦% સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ છે.
દરમ્યાન અમેઝોને પણ મોટી સેલની જાહેરાત કરી છે જે આમ તો ૨૧ સપ્ટેમ્બરથી શરૂ થશે અને ૨૪ સુધી ચાલશે પરંતુ જે કંપનીના જુના ગ્રાહક છે તેમના માટે આ સેલ ૨૦ સપ્ટેમ્બર બપોરે ૧૨ વાગે થી શરૂ થશે. જેમાં ફર્નિચર અને લોકલ ઉત્પાદનો પર ૭૦ ટકા સુધીની છુટ મળશે. મોબાઇલ પર ૪૦ ટકા અને એસી, ટીવી, ફ્રિઝ પર ૬૦% સુધીની છૂટની ઓફર છે.
ફિલપકાર્ટની બિગ બિલિયન સેલ, જેના માટે કંપની છેલ્લા ૨૦ દિવસથી પ્રચાર કરી રહી છે. આ સેલ ૨૦ સપ્ટેમ્બરથી ૨૪ સપ્ટેમ્બર સુધી ચાલશે. જે હેઠળ ફૂટવેર, પર ઓછામાં ઓછું ૫૦ ટકા
કપડા પર ૬૦ ટકા ફેશન-ટ્રાવેલ એસેસરીઝ પર ૨૦થી ૭૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે. સેલમાં દરેક પ્રકારના ઇલેકટ્રોનિક અને મોબાઇલ સામેલ છે. પ્રથમ દિવસે ૨૦ના ફેશન, ટીવી, એપ્લાયન્સિઝ અને હોમ કેટેગરીમાં સેલ છે. આ ઉપરાંત, એસબીઆઇથી ખરીદી પર વધારાના ૧૦ ટકાની છૂટ છે.