હાલ કોરોના નું લોકડાઉન લંબાયું છે ત્યારે ઝોન વાઇઝ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે તેવા સમયે ઉમરગામ ના નારગોલ માં કેટલાક વેપારીઓ દ્વારા બજાર ખોલતા અને શકભાજી બજાર ધમધમતું થતા મરીન પોલીસ મથક ના પીઆઇ વીકે દેસાઈ એ બજાર ચાલુ કરાવનાર નારગોલ ના સરપંચ કાંતિલાલ ને ફોન કરી બજારો ખોલાવવા મુદ્દે ખુલાસો માંગી અંદર કરી દેવાના ફરતા થયેલા ઓડિયો કલીપ થી આ વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે જોકે , સરપંચ નું કહેવું છે કે મંત્રી રમણલાલ પાટકર ના કહેવાથી બજાર ચાલુ કરી છે બીજી તરફ પોલીસ નું કહેવું છે કે જિલ્લા કલેકટર દ્વારા જે જાહેરનામું અમલ માં હોય તે માન્ય ગણાય આમ આ મુદ્દો અહીં ગરમાયો હોવાનું જાણવા મળ્યું છે.