અમદાવાદ: PM નરેન્દ્ર મોદી પર કોંગ્રેસના ‘ચાય વાલા’ ટ્વીટ વિવાદ વધુ વકર્યો છે હવે અભિનેતા BJP સાંસદ પરેશ રાવળ પણ આ વિવાદમાં ફસાયા છે કોંગ્રેસના પ્રધાનમંત્રી પર વિવાદિત ટ્વીટ બાદ પરેશ રાવલે જવાબમાં વિવાદિત ટ્વીટ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યો હતો. પરેશ રાવલે લખ્યું કે, ‘અમારા ચાવાળા તમારા બારવાળા કરતા કોઈપણ હિસાબે બહેતર છે.’
પરેશ રાવલના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયામાં ટીકા શરુ થઈ ગઈ. કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પરેશ રાવલને ટેગ કરીને પૂછ્યું, ‘શું થયું પરેશ રાવલ? પોતાની ટ્વીટ પર ટક્યા નહીં અને માફી પણ ન માગી. હું એ વાતથી અત્યંત પ્રસન્ન છું કે હું એક એવા પક્ષનો ભાગ છું જે પોતાના કાર્યકર્તાના ટ્વીટની પણ જવાબદારી સ્વીકારે છે.’
પરેશ રાવલે વિવાદ વધતો જોઈને ટ્વીટ ડિલિટ કરીને માફી માગી લીધી. તેમણે લખ્યું કે, ‘મેં ટ્વીટ ડિલિટ કરી દીધી છે. હું લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માગું છું.’ આ પહેલા બુધવાર સાંજે યુથ કોંગ્રેસની ઑનલાઈન મેગેઝિનના ટ્વિટર હેંડલ પર એક ફોટો મૂકવાને કારણે વિવાદ સર્જાયો હતો. આ ટ્વીટમાં પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધવામાં આવ્યો હતો.
ટ્વીટ સામે આવતા જ ગુજરાતના CM વિજય રુપાણીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને આ વિશે પ્રશ્ન પૂછી લીધો. જો કે કોંગ્રેસ તરફથી પણ આ અંગે તરત જ સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી. જોકે અત્યારે તો કોંગ્રેસના ટ્વીટ સામે કરેલા વિવાદિત ટ્વીટ મુદ્દે સાંસદ પરેશ રાવળે માફી માંગી હતી