અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. જેમાં અમેરિકાના પ્રતિનિધિ સભાના સ્પીકર નૈન્સી પેલોસીએ ટ્રંપ વિરુદ્ધ મહાભિયોગ ચલાવાની મંજુરી આપી છે. ત્યારે ગુરૂવારે નૈન્સી પેલોસીએ જાહેરાત કરી કે, પ્રતિનિધિ સભા ડોનાલ્ડ ટ્રંપ વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયાને આગળ વધારવા માટે ડ્રાફ્ટ તૈયાર કરે. અને તેઓએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અમારા લોકતંત્ર માટે ખતરો છે અને અમારા પાસે તેમના વિરુદ્ધ મહાભિયોગ ચલાવા સિવાય કોઈ વિકલ્પ નથી. ત્યારે અમેરિકા પ્રતિનિધિ સભાના સ્પીકરે મહાભિયોગ ચલાવાની મંજૂરી એ સમયે આપી છે જ્યારે ડોનાલ્ડ ટ્રંપ ત્રણ દિવસના બ્રિટનના પ્રવાસે છે.
ગુરૂવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ કહ્યું કે, મહાભિયોગ વિરુદ્ધ લડતમાં અમે જીતીશું. તેમને આગળ ઉમેર્યું કે, બુધવારે સદનમાં ડેમોક્રેટિક પાર્ટીના સાંસદો માટે ખરાબ દિવસ હતો. જેમાં તેમના પાસે મહાભિયોગનો કોઈ મુદ્દો નથી અને તેઓ દેશને બદનામ કરી રહ્યા છે. જોકે તેમના માટે તે કંઈ પણ મહત્વ રાખતુ નથી. તેઓ ગાંડા થઈ ગયા છે. તેમ છતા હું કહું છું કે, જો તમે મારા વિરુદ્ધ મહાભિયોગ ચલાવા જઈ રહ્યા છો તો હવે તેને જલ્દી કરો કારણ કે, અમે સેનેટમાં તેની નિષ્પક્ષ સુનાવણી કરી શકી અને દેશમાં કામકાજ સામાન્ય થઈ શકે.
ટ્રંપએ કહ્યું કે, ડેમોક્રેટિક પાર્ટીના નેતા મારા વિરુદ્ધ મહાભિયોગ ચલાવાની માત્ર જાહેરાત કરી શકે છે. અહીં સૌથી સારી વાત એ છે કે, રિપબ્લિકન પાર્ટીના નેતા ક્યારે પણ વધારે એકસાથે થયા નથી. જોકો, મહાભિયોગ સામેની લડત અમે જીતીશું. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાન્ડ ટ્રંપ વિરુદ્ધ મહાભિયોગ લાવવામાં આવ્યો છે. જ્યારે તેઓ નાટો સંમેલનમાં ભાગ લેવા લંડન ગયા છે.
આ પહેલા ડેમોક્રેટિક પાર્ટીના બહુમતવાળા અમેરિકા પ્રતિનિધિ સભાના જ્યુડિશિયરી કમિટીના રાષ્ટ્રપતિ ટ્રંપ વિરુદ્ધ મહાભિયોગ તપાસની પ્રાથમિક રિર્પોટ જાહેર કરી હતી. જેમાં ટ્રંપને દોષી જાહેર કરવામાં આવ્યા હતા. રિર્પોટમાં દાવો કરવામાં આવ્યો કે, ડોનાલ્ડ ટ્રંપએ પોતાના વ્યક્તિગત અને રાજકીય મુદ્દાઓને પુરા કરવા માટે રાષ્ટ્રહિત સાથે કરાર કર્યા છે.
સાથે જ પોતાની શક્તિઓનો દુરપ્રયોગ કરતા 2020ના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાના પક્ષમાં વિદેશી મદદ માગી છે. ડોનાલ્ડ ટ્રંપ પર આક્ષેપ છે કે, તેઓએ યૂક્રેન પૂર્વ અમેરિકા ઉપ-રાષ્ટ્રપતિ જે બિડેન અને તેમના પુત્ર વિરુદ્ધ તપાસ શરૂ કરવા માટે કહ્યું હતું. ડોનાલ્ટ ટ્રંપએ પણ ડેમોક્રેટ સાંસદો પર દેશ હિત સાથે કરાર કરવાનો આરોપ લગાવ્યો છે.