તમે ઘણી ટ્રેનો જાેઈ હશે, પરંતુ આજે અમે તમને જે ટ્રેન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તેને તમે કોઈ રેલ્વે સ્ટેશન પર નહીં જાેઈ હોય. જી હાં, અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ ચોકલેટ ટ્રેન. ફ્રેન્ચ-સ્વિસ શેફ અમૉરી ગુઇચોને આ ખાસ ટ્રેન બનાવી છે. આ શેફ ઈન્સ્ટાગ્રામ પર ચોકલેટમાંથી સમાન વસ્તુઓ બનાવવા માટે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ પ્રખ્યાત છે. તેમની ફૂડ આર્ટ તેની કળાની સાથે સાથે પરફેક્શન માટે પણ ફેમસ છે. તેની તાજા ક્લિપમાં શેફે જણાવ્યું કે તેણે કયાં પ્રકારની ચોકલેટ બનાવી છે.
સૌ પ્રથમ શેફએ એન્જિનનો આકાર બનાવ્યો છે. ત્યારબાદ સિલિંડ્રિકલ પાર્ટ્સને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તે એન્જિનના ફ્રન્ટને ઢાંકે છે અને ચોકલેટથી પહેલાં પૈડા બનાવે છે. ત્યારબાદ આ તમામ શેપ્સને ફાઈનલ ટચ આપવામાં આવે છે. ટ્રેનમાં ચઢવા માટે નાનકડી સીઢી અને બીજું ડેકોરેશનની વસ્તુ પણ લગાવવામાં આવે છે. જાે તમે વિચારી રહ્યા છો કે હવે ટ્રેન કમ્પ્લિટ થઈ ગઈ છે તો થોભી જાવ. હજું તો ટ્રેનને કલર કરવાનું બાકી છે. તેના માટે પણ ખાસ એડિબલ કલર્સન ઉપયોગ કરવામાં આવે છે. ટ્રેનને કાળા, લાલ અને સોનેરી રંગોથી સજાવ્યા બાદ તે ખૂબ જ સુંદર લાગી રહી છે. પણ વાત અહીં પૂરી નથી થતી.
તેને બિલકુલ ચાલતી-ફરતી ટ્રેન જેવું બતાવવા માટે તેના ટૉપ પર ખાસ રીતે ધુમાડો નીકાળવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ એક સોનેરી રંગની ઘંટડી ઉમેરીને વિન્ટેજ ટ્રેન તરીકે પૂર્ણ કરવામાં આવે છે. આ રીલને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવી ત્યારથી ૧૦ મિલિયનથી વધારે લોકો જાેઈ ચુક્યા છે. આ સિવાય ૬૬૨ હજાર લોકોએ લાઈક પણ કરી છે. લોકોએ આ વીડિયો પર શાનદાર કોમેન્ટ્સ પણ કરી છે.