લગ્ન બાદ મોટાભાગના લોકોનું વજન વધી જાય છે. તમે પણ કદાચ ધ્યાન આપ્યું હશે કે લગ્નના 3 થી 6 મહિનાની અંદર જ તમારું પણ થોડું વજન વધ્યું હશે અને મિત્રોએ તેને માટે સેક્સને જવાબદાર ગણાવ્યું હશે. તમે પણ કદાચ તેમની વાત પર વિશ્વાસ કરી લીધો હશે, પરંતુ તેમનો જવાબ તેમને સંતુષ્ટ ના કરી શક્યો હશે. તો પછી લગ્ન બાદ વજન વધવા પાછળનું સાચુ કારણ શું છે તમે પણ જાણી લો. જો તમે એવું વિચારતા હો કે સેક્સ કરવાના કારણે વજન વધે છે, તો તે એકદમ ખોટું છે. આ એક ખૂબ જ મોટો ભ્રમ છે.
વજન વધવાને સેક્સ સાથે કોઈ કનેક્શન નથી, પરંતુ તમારા સેક્સ હોર્મોન્સ સાથે છે. સેક્સ હોર્મોન્સમાં અસંતુલનના કારણે જ વજન વધે છે. કારણ કે, સેક્સ પોતાનામાં જ એક સારું વર્કઆઉટ છે તેનાથી કેલરી બર્ન થાય છે, આથી તેનો વજન વધવા સાથે કોઈ સંબંધ નથી. હોર્મોન્સના અસંતુલનના ઘણા કારણો હોઈ શકે છે, જેવા કે- જીનેટિક્સ, સ્ટ્રેસ, ડાયટ, લાઈફસ્ટાઈલ, અન્ય હોર્મોન્સ, વગેરે. સેક્સ હોર્મોન્સ, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન અને ડીએચએ વગેરે. આ ઉપરાંત, મહિલાઓમાં વધતા વજનનું કારણે પીસીઓડી અથવા પ્રીમેચ્યોર પેરીમેનોપોઝ પણ હોઈ શકે છે.
જાણો સેક્સ હોર્મોન્સ વિશે
- ડીએચએઃ આ એક એવું હોર્મોન છે, જેને મહિલાઓ તેમજ પુરુષોના સેક્સ હોર્મોન માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. તેની અછતના કારણે પણ વજન વધે છે.
- એસ્ટ્રોજનઃ મહિલાઓની ઓવરીઝ અને એડ્રેનલ ગ્લેન્ડથી મળનારા આ હોર્મોનના કારણે પણ મહિલાઓનું વજન વધે છે.
- પ્રોજેસ્ટેરોનઃ આ પણ એસ્ટ્રોજનની જેમ જ કામ કરે છે. મહિલાઓની સેક્સ્યુઅલ મેચ્યોરિટી વધવાની સાથે જ તે પ્રેગનેન્સી માટે મહિલાઓના શરીરને મજબૂત બનાવે છે. જો શરીરમાં પ્રોજેસ્ટેરોનની અછત હોય તો એસ્ટ્રોજન અનિયંત્રિત થઈ જાય છે, જેના કારણે વજન વધે છે.
હોર્મોન્સ અસંતુલિત થવાના લક્ષણ
- કમર અને જાંઘની પાસે ફેટ જમા થવી
- પીરિયડ્સની ડેટ આગળ-પાછળ થવી
- હોટ ફ્લેશેઝ
- વજાઈનાનું ડ્રાય થવું
- ઊંઘ ના આવવી
- મૂડ સ્વિંગ્સ
- સેક્સ ડ્રાઈવમાં ઘટાડો થવો
- એન્ઝાઈટી અથવા ડિપ્રેશન
- લાઈફસ્ટાઈલમાં બદલાવ
લગ્ન બાદ મોટાભાગે લોકો કમ્ફર્ટ ઝોનમાં ચાલ્યા જાય છે અને ફિટનેસને પાછળ છોડી દે છે, જેના કારણે પણ તેમનું વજન વધે છે. સાથે જ લગ્નના શરૂઆતના દિવસોમાં કપલ્સ ખૂબ જ હરેફરે છે અને બહાર ખાય છે, જેન કારણે પણ વજન વધે છે.
શું કરવું?
હોર્મોન સંતુલિત રહે, તેના માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવો. સ્ટ્રેસ, એન્ઝાયટી અને ડિપ્રેશનથી બચવાના પ્રયત્નો કરો. જંક ફૂડ અને તળેલો ખોરાક ખાવો અવોઈડ કરો.