વંદાને જોતાં તમને બીક લાગતી હોય છે, પરંતુ ચીનના લોકો માટે વંદા કમાણીનું સાધન છે. તમારી જાણકારી માટે કહીએ કે વંદા ઔષધીય ગુણોના કારણે ચીની ઉદ્યોગોમાં વ્યવસાયિક અવસરની જેમ છે. ચીનની સાથે ઘણાં એશિયાઈ દેશોમાં વંદાને તેલમાં તળિને ખાવામાં આવે છે, પરંતુ હવે તેમને મોટી સંખ્યામાં ઉત્પન્ન કરવામાં આવે છે. ચીનના શીચાંગ શહેરમાં એક દવા કંપની દર વર્ષે 600 કરોડ વંદાનું પાલન કરે છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર એક બિલ્ડિંગમાં તેને પાળવામાં આવે છે.આ બિલ્ડિંગનું ક્ષેત્રફળ લગભગ બે રમતના મેદાન બરાબર છે. તેને છાજલીઓની પાતળી તિરાડોની અંદર તેને પાળવામાં આવે છે. તેમના માટે જમવાનું અને પાણીની વ્યવસ્થા થાય છે. અંદર તડકો-અંધારું હોય છે અને વાતાવરણમાં ગરમી અને ભીનાશ બનાવવામાં આવે છે. ફાર્મની અંદર કીડાને ફરવા અને પ્રજનન કરવાની આઝાદી હોય છે. તેને સૂરજના પ્રકાશથી દૂર રાખવામાં આવે છે અને તે બિલ્ડિંગની બહાર નથી જઈ શકતાં.
આર્ટિફિશિયલ ઈંટેલીજન્સ સિસ્ટમથી વંદાનું પાલન કરવા પર નજર રાખવામાં આવે છે. તેના માટે બિલ્ડિંગની અંદર તાપમાન, જમવાની વ્યવસ્થા અને કેટલીક વસ્તુ પર નિયંત્રણ રાખવામાં આવે છે. લક્ષ્ય હોય છે ઓછા સમયમાં વધારેને વધારે વંદા ઉત્પન્ન કરવા. જ્યારે વંદા પુખ્ત વયના થાય છે ત્યારે તેને પીસી નાખવામાં આવે છે અને તેનો શરબતની જેમ પરંપરાગત દવાઓના રૂપમાં પિવામાં આવે છે. તેનો ઉપયોગ કબજિયાત, ઉલ્ટી, પેટની બીમારી, શ્વાસ લેવામાં તકલીફ અને અન્ય બીમારીઓમાં તેનો ઈલાજ કરવામાં આવે છે.શોનડોન્ગ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પ્રોફેસર અને ઈંસેક્ટ એસોશિએશન ઓફ શાનડોન્ગ પ્રોવિંસના નિદેશક લિયૂ યુએંગે ધ ટેલીગ્રાફ નામના ન્યૂઝ પેપરમાં કહ્યું છે કે, વંદા હકીકતમાં એક ચમત્કારી દવા છે. તે આગળ કહે છે કે તેનાથી કેટલીક બીમારીઓનો ઈલાજ કરી શકીએ છીએ અને અન્ય દવાઓની તુલનામાં તે ઝડપથી કામ કરે છે. તે આગળ વાત કરતાં કહે છે કે વૃદ્ધોની આબાદી ચીનની સમસ્યા છે. તે કહે છે કે અમે લોકો નવી નવી દવાઓ શોધવાની કોશિશ કરી રહ્યા છીએ અને તે પશ્ચિમી દેશની દવાઓ કરતાં સસ્તી હોય છે. વંદાનું પાલન સરકારી યોજનાનો ભાગ છે. અને તેનો ઉપયોગ દવાઓનો ઉપયોગ કરવા માટે કરે છે.